Cyclone Mandous: મેંડૂસ વાવાઝોડા માટે રેડ એલર્ટ, તમિલનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદની સંભાવના, સ્કૂલો-કૉલેજો બંધ
'મેંડૂસ' વાવાઝોડુ આજે ચેન્નઈ તટ સાથે ટકરાવાનુ જોખમ તોળાઈ રહ્યુ છે. આને લઈને તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
Cyclone Mandous: 'મેંડૂસ' વાવાઝોડુ આજે ચેન્નઈ તટ સાથે ટકરાવાનુ જોખમ તોળાઈ રહ્યુ છે. આને લઈને તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં સ્કૂલો-કૉલેજોમાં રજા આપી દેવામાં આવી છે. ચેન્નઈ સ્થિત સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ આગલા ત્રણ કલાકમાં તિરુવલ્લુર, ચેન્નઈ, ચેંગલપટ્ટૂ અને કાંચીપુરમ જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. તટીય વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યુ છે.

NDRF તૈનાત, સ્કૂલો-કૉલેજો બંધ
હવામાન વિભાગના એલર્ટ પછી તમિલનાડુના 10 જિલ્લાઓમાં એનડીઆરએફ અને રાજ્ય સુરક્ષા બળની 12 ટીમે તૈનાત કરવામાં આવી છે. 'મેંડૂસ' વાવાઝોડાના કારણે ચેન્નઈ, વિલ્લુપુરમ, કુડ્ડાલોર અને કાંચીપુરમ જિલ્લાઓમાં બધી સ્કૂલો-કૉલેજો બંધ રાખવામાં આવી છે. 'મેંડૂસ' વાવાઝોડુ આજે મધ્યરાત્રિ સુધી આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા તટને પાર કરવાની સંભાવના છે. સેના, નૌકાદળ, રાહત અને બચાવ કાર્ય દળ, જહાજો અને વિમાનો સથે આંધ્ર પ્રદેશ માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

105 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 'મેંડૂસ' વાવાઝોડુ 'ગંભીર' ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. જેના કારણે 105 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. શુક્રવારે અડધી રાતે મહાબલીપુરમ પાસે તમિલનાડુના તટે પહોંચતા પહેલા 'મેંડૂસ' વાવાઝોડુ ધીમે-ધીમે એક ચક્રવાતી તોફાનમાં નબળુ પડશે. 'મેંડૂસ' વાવાઝોડાની અસર કર્ણાટક પર પણ જોવા મળશે.

મુખ્યમંત્રી વાયએસ રેડ્ડીએ બોલાવી મીટિંગ
મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ તોફાનને જોતા દરિયાકાંઠાના વિસ્તારોના કલેક્ટરને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. તેમણે ગઈકાલે નેલ્લોર, તિરુપતિ, ચિત્તૂરના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક પણ કરી હતી. તમને જણાવી દઈએ કે આ વખતે સંયુક્ત આરબ અમીરાતે આ ચક્રવાતને 'મંડુસ' નામ આપ્યુ છે.વાવાઝોડાને નામકરણ પેનલ દ્વારા નામ આપવામાં આવે છે, જેમાં 13 દેશોનો સમાવેશ થાય છે, જે વારાફરતી વાવાઝોડાના નામ આપે છે. જેથી તેને યાદ રાખવામાં સરળતા રહે. 'મંડુસ' અરબી શબ્દ છે, જેનો અર્થ થાય છે 'Treasure Box'.
Red Alert for 3 districts- Chengalpattu, Villupuram and Kancheepuram in Tamil Nadu today: IMD #CycloneMandous
— ANI (@ANI) December 9, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
