CRPFની બટાલિયનથી ભરેલી સ્પેશિયલ ટ્રેનના ડબ્બામાં છત્તીસગઢના રેલવે સ્ટેશન પર વિસ્ફોટ, 6 જવાન ઘાયલ
છત્તીસગઢમાં રાયપુર રેલવે સ્ટેશનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
રાયપુરઃ છત્તીસગઢમાં રાયપુર રેલવે સ્ટેશનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં સીઆરપીએફના જવાનોને લઈ જતી એક ટ્રેનમાં ઈગ્નાઈટર-સેટ બૉક્સમાં વિસ્ફોટ થઈ ગયો. જેનાથી સીઆરપીએફના ઘણા જવાન ઘાયલ થઈ ગયા છે. ઘટનાની માહિતી આપીને રાયપુર પોલિસે જણાવ્યુ કે ટ્રેનમાં બ્લાસ્ટ ઈગ્નાઈટર-સેટ બૉક્સ લાદી પર પડી જવાના કારણે થયો. ઈગ્નાઈટર-સેટ બૉક્સના ધમાકાથી ટ્રેનમાં સવાર સતર્ક થઈ ગયા. વળી, થોડી વાર માટે સ્ટેશન પર અફડા-તફડીનો માહોલ થઈ ગયો.

ટ્રેન અટકાવીને આ દૂર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોને ઈલાજ માટે લઈ જવામાં આવ્યા છે. આ ઘટના રાયપુર રેલવે સ્ટેશનના પ્લેટફૉર્મ નંબર 2 પર થઈ છે. પોલિસના જણાવ્યા મુજબ જ્યારે ઝારસુગુડાથી જમ્મુ તાવી જઈ રહેલી ટ્રેન પ્લેટફૉર્મ પર ઉભી હતી ત્યારે વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ આજે સવારે 6.30 વાગે થયો. જેમાં સીઆરપીએફના જવાન તેમજ હેડ કૉન્સ્ટેબલ, જે ઘાયલ થયા છે, તેમને રાયપુરની નારાયણ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં સીઆરપીએફના કુલ 6 જવાન ઘાયલ થયા છે.
રાયપુર રેલવેના પીઆરઓ શિવ પ્રસાદે જણાવ્યુ કે ટ્રેન રાયપુર રેલવે સ્ટેશનના પ્લેટફૉર્મ નંબર 2 પર આવીને ઉભી હતી. સીઆરપીએફ 211મી બટાલિયનના જવાન આ સ્પેશિયલ ટ્રેનમાં હતા. સવારે લગભગ સાડા 6 વાગે ટ્રેનમાં બ્લાસ્ટ થયો. એક ડમી કારતૂસ બૉક્સમાં રાખેલુ હતુ, તે ટ્રેનની બોગીમાં રાખતા જ ફાટી ગયુ. ટ્રેનમાં લાદી પર બાથરુમ પાસે રાખેલુ ડેટોનેટર જ્યારે ફાટ્યુ તો ઘણા જવાન તેની ચપેટમાં આવી ગયા.
ટ્રેનમાં બ્લાસ્ટ થયા બાદ થોડી વાર માટે સ્ટેશન પર અફડા-તફડી મચી ગઈ. ત્યાંથી ઘાયલોને ઈલાજ માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા. ત્યારબાદ ટ્રેનને સવારે લગભગ 7.15 વાગે ત્યાંથી રવાના કરી દેવામાં આવી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન સીઆરપીએફના ડીઆઈજી પણ રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
