શોપિયાંમાં રજા પર આવેલા CRPF જવાનની ગોળી મારી હત્યા, સર્ચ ઓપરેશન શરૂ!
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે આતંકવાદીઓએ CRPFના એક જવાનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. માર્યા ગયેલા સૈનિકનું નામ મુખ્તાર અહેમદ દોહી છે.
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે આતંકવાદીઓએ CRPFના એક જવાનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. માર્યા ગયેલા સૈનિકનું નામ મુખ્તાર અહેમદ દોહી છે. મળતી માહિતી મુજબ, શોપિયાં જિલ્લાના છોટીપોરા ગામમાં રજા પર ગયેલા CRPF જવાનને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે શુક્રવારથી લઈને આજ શનિવાર સુધી સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના પાકિસ્તાની કમાન્ડર સહિત ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે અને પાંચ અલગ-અલગ એન્કાઉન્ટરમાં કેટલાકની ધરપકડ કરી છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "સાંજે 7.35 વાગ્યે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના ચેક છોટીપોરા વિસ્તારમાં CRPF જવાન મુખ્તાર અહેમદ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તે સમયે મુખ્તાર તેના ઘરે હતો. તેમણે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ મુખ્તાર અહેમદને શોપિયાંની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે CRPF જવાન રજા પર હતો અને તેના ઘરે આવ્યો હતો. તેમણે કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, કાશ્મીર ખીણમાં પાંચ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા 24 કલાકમાં ચાર આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા અને એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
