નવેમ્બરમા તબક્કાવાર શરૂ થઈ શકે છે બાળકોનુ કોવિડ રસીકરણ અભિયાન, જલ્દી જાહેર થશે ગાઈડલાઈન
ટૂંક સમયમાં બાળકોની કોવિડ વેક્સીનેશન પર ગાઈડલાઈન જાહેર થવાની સંભાવના છે.
મુંબઈઃ કોરોના સંક્રમણથી બચાવ માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય છે. બે સપ્તાહ પહેલા કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન(સીડીએસસીઓ) 18 વર્ષથી નાની વય જૂથને પણ કોરોના વેક્સીન લગાવવા માટે લીલી ઝંડી મળી ચૂકી છે પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી માટે હજુ બાળકોને કોરોના વેક્સીન આપવાથી પાછા હટી રહ્યા છે. આ બધા વચ્ચે ટૂંક સમયમાં બાળકોની કોવિડ વેક્સીનેશન પર ગાઈડલાઈન જાહેર થવાની સંભાવના છે.

સરકારી વિશેષજ્ઞ કૉમરેડિડિટી (comorbidities)ની એક સૂચિને અંતિમ રૂપ આપી રહ્યા છે જે ભારતમાં બાળકોને કોવિડ-19 વેક્સીન લેવા માટે યોગ્ય બનાવવા માટે મંચ તૈયાર કરશે કારણકે જાણકારોએ કહ્યુ કે બાળકોને એક બાળ રોગ વિશેષજ્ઞની મંજૂરીથી કોવિડ વેક્સીન લેવાની જરૂર પડી શકે છે. આ મામલે એક સરકારી અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યુ કે, 'ક્ષેત્રના ઘણા મોટા વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે એ જોવા માટે કાર્યક્રમમાં બાળકો વચ્ચે સૌથી સારી કોવિડ વેક્સીન કેવી રીતે શરૂ કરવામાં આવી શકે છે. સંબંધિત લોકો તેના વિશે સંપૂર્ણપણે વિચાર કરી રહ્યા છે કારણકે તે બાળકો સાથે સંબંધિત છે. નિર્દિષ્ટ comorbitiesની સૂચિ પર દિશાનિર્દેશ અને અન્ય પ્રક્રિયાત્મક સ્પષ્ટીકરણ જલ્દી જાહેર થશે.'
આવતા મહિને તબક્કાવાર રીતે શરૂ કરવાની સંભાવના છે
તેમણે જણાવ્યુ કે બાળકો માટે કોવિડ-19 રસીકરણ અભિયાન આવતા મહિને તબક્કાવાર રીતે શરૂ કરવાની સંભાવના છે. તે 12 અને તેનાથી વધુ ઉંમરના લોકોને કોવિડ વેક્સીન આપવા સાથે શરૂ થઈ શકે છે. બરાબર એ રીતે જેમ દેશની વયસ્ક વસ્તી સાથે એક તબક્કાવાર દ્રષ્ટિકોણ હતો જેમાં બાળકોને કોવિડ-19 પ્રત્યે સંવેદનશીલ માનવામાં આવતો હતો, તેને પહેલી વાર આ વેક્સીનેશન કરવામાં આવશે.
ZyCoV-Dની 12 વર્ષથી વધુ વયના બાળકો પર કરવામાં આવી ચૂકી છે ટ્રાયલ
તમને જણાવી દઈએ કે Zydus Healthcareની કોવિડ-19 વેક્સીન, ZyCoV-D, જેને ગયા મહિને ઈમરજન્સી ઉપયોગ માટે સર્ટીફાઈડ કરવામાં આવી, તેનુ પરીક્ષણ 12 વર્ષ અને તેનાથી વધુ વય જૂથમાં કરવામાં આવ્યુ છે.
ડૉક્ટર પાસે પુષ્ટિની જરૂર પડી શકે છે
સરકારી અધિકારીએ કહ્યુ, 'કૉમરેડિડિટીના લિસ્ટને નિર્દિષ્ટ કરવામાં આવશે જેવુ કે વયસ્કો મામલે કરવામાં આવ્યુ હતુ. વયસ્કો માટે ઉંમર એક મુખ્ય માનદંડ હતો, બાળકો મામલે કૉમરેડ સ્થિતિઓ યોગ્યતા માટે નિર્ણાયક રહેવાની સંભાવના છે. નિર્દિષ્ટ સ્થિતિને પ્રમાણિત ડૉક્ટર પાસેથી પુષ્ટિની જરૂર પડી શકે છે કે શું વેક્સીન લેવી ઠીક છે કે નહિ. ગાઈડલાઈન આ વસ્તુઓને સ્પષ્ટ કરશે.'
આ બિમારીઓથી ગ્રસિત બાળકોને પણ કરવામાં આવશે શામેલ
આરોગ્ય સંબંધી સ્થિતિઓ જેને સૂચિમાં શામેલ કરવાની સંભાવના છે, તે છે બધા પ્રકારના કેન્સર, જન્મજાત હ્રદયરોગ, જૂની યકૃત અને કિડનીની બિમારીઓ અને ફેફસા સાથે સંબંધિત બિમારીઓ. જે બાળકોના અંગનુ પ્રત્યારોપણ થયુ હોય તેમને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
મંત્રીએ કહ્યુ કે આ ટેકનિકલ વિશેષજ્ઞોને સંભાળવા દો
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે કહ્યુ, આ દરમિયાન રાષ્ટ્રીય દવા નિયામક બાળકોમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપતા પહેલા કોવેક્સીન ડેટાનુ વિશ્લેષણ કરવુ ચાલુ રાખ્યુ છે. ભલે કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન(સીડીએસસીઓ)ની એક વિશેષજ્ઞ સમિતિએ બે સપ્તાહ પહેલા જ બાળકોમાં તેના ઉપયોગની ભલામણ કરી હોય. તેમણે કહ્યુ કે આ એક સંવેદનશીલ મામલો છે કારણકે આ બાળકો સાથે સંબંધિત છે માટે સરકાર સ્પષ્ટ રહી છે અને આ ટેકનિકલ વિષય પર નિર્ણય લેવામાં હસ્તક્ષેપ ન કરવા માટે શરૂઆતથી જ એક સ્ટેન્ડ લીધુ છે. ટેકનિકલ વિશેષજ્ઞોને તેને સંભાળવા દો.
વિશ્લેષણના પરિણાના આધારે થશે રસીનો ઉપયોગ
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે મારી પાસે જે માહિતી છે તે મુજબ ટેકનિકલ સમિતિએ મામલે પોતાની મંજૂરી આપી દીધી છે અને ડેટાનુ વધુ વિશ્લેષણ કરવામાં આવી રહ્યુ છે. બાળકોમાં કોવિડ-19 રસીના ઉપયોગ પર નિર્ણય એ વિશ્લેષણના પરિણામ પર આધારિત હશે કારણકે આ બાળકો સાથે સંબંધિત છે માટે વિશ્લેષણ માત્ર સ્થાનિક આંકડાઓ પર આધારિત નથી પરંતુ વૈશ્વિક પ્રવૃત્તિ પર પણ આધારિત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
