કોરોના કેસોમાં ઘટાડો યથાવત, 24 કલાકમાં મળ્યા 2075 દર્દી અને 3383 થયા રિકવર

ભારતમાં કોરોના મહામારીને પ્રકોપ લગભગ ખતમ થઈ ગયો છે.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના મહામારીને પ્રકોપ લગભગ ખતમ થઈ ગયો છે. અહીં કરોડો લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે. વળી, સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈને તે 27,802 થઈ ગયો છે. લાખો લોકો છેલ્લા એક મહિનામાં આ સંકટમાંથી ઉભરી ચૂક્યા છે.

covid

24 કલાકમાં કોરોનાના 2075 નવા કેસ

ભારતીય આરોગ્ય મંત્રાલયે લેટેસ્ટ આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 2075 નવા કેસ નોંધાયા છે. વળી, રિકવર થનાર લોકોની સંખ્યા નવા મળી રહેલા દર્દીઓના મુકાબલે વધુ હતી. કાલે 3383 લોકો ઠીક થયા. વળી, મોતની વાત કરીએ તો આ સંખ્યા 71 રહી. મહામારી ના ફેલાય તે માટે દેશમાં રોજ લાખો લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે. મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી દેશભરમાં કોરોના વેક્સીનનના 1,81,04,96,924 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

આટલા લોકો થયા સંક્રમણમાંથી મુક્ત

રાહતની વાત એ પણ છે કે દેશમાં દૈનિક પૉઝિટિવિટી દર ઓછો થઈને હવે 0.56 ટકા રહી ગયો છે. વળી, રિકવરી દર વધીને 98.7 ટકાથી વધુ થઈ ગયો છે. કુલ કેસમાં સક્રીય કેસ 0.06 ટકા છે કે જે મોટી રાહતની વાત છે. દેશમાં અત્યાર સુધી 4,24,61,926 લોકો કોરોનાના સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે. જો કે, મરનારની સંખ્યા 5,16,352 થઈ ગઈ છે.

વળી, હવે વસ્તીની દ્રષ્ટિએ દુનિયાના સૌથી મોટા દેશ ચીનમાં આ મહામારીનો પ્રકોપ ભારતથી વધુ ફેલાઈ રહ્યો છે. જેના કારણે અહીં હવે કરોડો લોકો કોરોના પ્રતિબંધોની સીમામાં છે. માર્ચ મહિનામાં ચીનમાં ભારતથી વધુ કોરોના દર્દી મળવા લાગ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X