બૂસ્ટર ડોઝ માટે કોણ છે યોગ્ય, ક્યારે અને કેવી રીતે લાગી શકે છે વેક્સીન, જાણો આખી ગાઈડલાઈન
બૂસ્ટર ડોઝ હાલમાં ત્રણ શ્રેણીના લોકોને લગાવવામાં આવશે. જાણો બૂસ્ટર ડોઝ વિશેની સંપૂર્ણ માહિતી.
નવી દિલ્લીઃ આજથી ભારતમાં કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝની શરુઆત થઈ રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે ભારતમાં બૂસ્ટર ડોઝ અને 15 વર્ષથી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનનુ એલાન કર્યુ હતુ. બાળકોને વેક્સીન લગાવવાનુ કામ 3 જાન્યુઆરીથી શરુ થઈ ચૂક્યુ છે જ્યારે આજથી બૂસ્ટર ડોઝની શરુઆત કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે આજથી શરુ થઈ રહેલ બૂસ્ટર ડોઝ માટે પહેલા જ એક કરોડથી વધુ લોકોને રિમાઈન્ડર મેસેજ મોકલી દીધા છે. વાસ્તવમાં ઘણા દેશોમાં પહેલા જ બૂસ્ટર ડોઝની શરુઆત થઈ ચૂકી છે. એવામાં ભારતમાં પણ સતત માંગ ઉઠી રહી હતી.

કોણ લગાવી શકે છે બૂસ્ટર ડોઝ
બૂસ્ટર ડોઝ હાલમાં ત્રણ શ્રેણીના લોકોને લગાવવામાં આવશે. પહેલી શ્રેણીમાં વરિષ્ઠ નાગરિકો આવશે. જે વૃદ્ધો 60 વર્ષતી વધુ ઉંમરના છે અને 9 મહિના પહેલા વેક્સીનનો બીજો ડોઝ લગાવી ચૂક્યા છે તેમને બૂસ્ટર ડોઝ લગાવવામાં આવશે. આ ઉપરાંત જે ફ્રંટલાઈન વર્કર્સ છે જેમાં ચૂંટણીમાં શામેલ અધિકારીઓ અને કર્મચારીઓ પણ શામેલ છે તેમને બૂસ્ટર ડોઝ લગાવવામાં આવશે. આ ઉપરાંત આરોગ્યકર્મીઓને પણ બૂસ્ટર ડોઝ લગાવવામાં આવશે. આ સાથે જે વરિષ્ઠ નાગરિકો ડાયાબિટીઝ, હાઈપર ટેન્શન કે કોઈ ગંભીર બિમારી સામે લડી રહ્યા હોય તે પોતાના ડૉક્ટરની સલાહ પર ત્રીજો ડોઝ લગાવી શકે છે.

કેટલા લોકો યોગ્ય
દેશમાં 5.75 કરોડ લોકો હાલમાં બૂસ્ટર ડોઝને યોગ્ય છે. દેશમાં 2.75 કરોડ લોકો એવા છે જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે અને વેક્સીનના ત્રીજા ડોઝ માટે યોગ્ય છે. વળી, એક કરોડ આરોગ્યકર્મીઓ અને 2 ફ્રંટલાઈન વર્કર્સ પણ વેક્સીનના ત્રીજા ડોઝ માટે યોગ્ય છે.

રજિસ્ટ્રેશન
આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે ત્રીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ જરુર નથી. જે લોકો ત્રીજા ડોઝ માટે યોગ્ય છે તે સીધા વેક્સીનેશન સેન્ટર પર જઈ શકે છે અને વૉક ઈન અપોઈન્ટમેન્ટ લઈને વેક્સીન લગાવી શકે છે. હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
