બોયફ્રેન્ડ સામે 12 લોકોએ તેની ગર્લફ્રેંડનો ગેંગરેપ કર્યો
પંજાબના લુધિયાણામાં સોમવારે કથિત રીતે અપહરણ અને ગેંગરેપની એક શરમજનક ઘટના સામે આવી છે.
પંજાબના લુધિયાણામાં સોમવારે કથિત રીતે અપહરણ અને ગેંગરેપની એક શરમજનક ઘટના સામે આવી છે. એક યુવતીના આરોપ પછી પંજાબ પોલીસે ઘણી જગ્યાઓ પર છાપા માર્યા. યુવતીએ જણાવ્યું કે તે પોતાના બોયફ્રેન્ડ સાથે જઈ રહી હતી ત્યારે તેમના બંનેનું અપહરણ કરવામાં આવ્યું અને 12 લોકોએ તેનો ગેંગરેપ કર્યો. આ ઘટના જગરાવ વિસ્તારના એક ફાર્મ હાઉસની જણાવવામાં આવી રહી છે. આ મામલે પોલીસની બેદરકારી પણ સામે આવી રહી છે. યુવતીનો મેડિકલ કરાવવામાં બે દિવસ લાગી ગયા, જેથી લોકોમાં પોલીસ સામે ગુસ્સો છે. અહીં જાણો આખો મામલો...

આખો મામલો
આ મામલો લુધિયાણા વિસ્તારના દાખા વિસ્તારનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે સાંજે લગભગ 8 વાગ્યે એક યુવતી પોતાના એક મિત્ર સાથે બહાર ફરવા નીકળી હતી. તેમને શહેરના સુમસાન પશ્ચિમી વિસ્તારમાં કાર રોકી દીધી, ત્યાં બંને કંઈક ખાઈ રહ્યા હતા. અચાનક બે મોટરસાઇકલ પર 5 યુવકો આવ્યા અને તેમને કારનો કાચ તોડીને યુવતીને જબરજસ્તી બહાર ખેંચી. આરોપી યુવક અને યુવતીને કિડનેપ કરીને ગામના એક ફાર્મ હાઉસમાં લઇ ગયા. ત્યાં તેમને યુવતીનો સામુહિક બળાત્કાર કર્યો. એટલું જ નહીં પરંતુ તેમને યુવકની પીટાઈ કરી અને ફિરોતીમાં 2 લાખ રૂપિયા માંગ્યા.

આરોપીએ ફોન કરીને બીજા સાત મિત્રોને બોલાવ્યા
જયારે આરોપીએ યુવક પાસે બે લાખ રૂપિયાની ફિરોતી માંગી ત્યારે યુવકે ગંભરાઈને પોતાના એક મિત્રને ફોન કરીને પૈસા લઈને આવવાનું કહ્યું. આ દરમિયાન આરોપીઓએ તેમના બીજા સાત સાથીઓને બોલાવી લીધા. તેઓ લગભગ રાત્રે દોઢ વાગ્યા સુધી યુવતી સાથે વારાફરતી બળાત્કાર કરતા રહ્યા. પીડિત યુવકનો આરોપ છે કે તેનો મિત્ર ઘટનાસ્થળે આવવાને બદલે પોલીસ ચોકી ગયો હતો. ત્યાં તેને હાજર પોલીસ કર્મીઓને આખી ઘટના વિશે સૂચના આપી. પરંતુ ઘણા કલાકો સુધી પોલીસ તેની સાથે નહીં આવી.

બેદરકારી કરનાર એએસઆઇ સસ્પેન્ડ, 2 ધરપકડ
4 કલાક ગેંગરેપની ફરિયાદ પર પણ કોઈ પણ કાર્યવાહી નહીં કરવાના આરોપમાં એએસઆઇ વિદ્યા રત્નને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફરિયાદ આપ્યાના 27 કલાક પછી કેસ નોંધવામાં આવ્યો. સોમવારે ડીઆઈજી રણબીર સિંહ ખટડા, એસએસપી વરિંદર સિંહ બરાડ અને ફોરેન્સિક ટીમ સહીત અન્ય અધિકારીઓ તપાસ કરવા માટે પહોંચ્યા. તેમને કહ્યું કે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: 125 મહિલાઓ, યુવતીઓ સાથે રેપ, બાળકીઓને પણ નહીં છોડી
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
