કોરોના કેસોમાં 263 દિવસ બાદ સૌથી મોટો ઘટાડો, 24 કલાકમાં મળ્યા 10126 દર્દી
વસ્તીની દ્રષ્ટિએ દુનિયાના બીજા સૌથી મોટા દેશ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ હવે ઘટી રહ્યા છે. જાણો આંકડા.
નવી દિલ્લીઃ વસ્તીની દ્રષ્ટિએ દુનિયાના બીજા સૌથી મોટા દેશ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ હવે ઘટી રહ્યા છે. ગઈકાલે કોરોના વાયરસના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10126 દર્દી મળ્યા જે 263 દિવસ બાદ કોરોના કેસોમાં સૌથી મોટો ઘટાડો જણાવવામાં આવી રહ્યો છે. વળી, રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધી રહી છે. સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા પણ ઘટીને હવે 1,40,638 થઈ ગઈ છે. જો કે, કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા રોજની 200થી વધુ છે.

તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્લીમાં કોરોનાની સ્થિતિમાં સતત સુધારો આવી રહ્યો છે. સોમવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં 25 કેસ નોંધાયા જ્યારે સતત 17માં દિવસે કોરોના સંક્રમણના કારણે એક પણ મોત થયુ નથી. દિલ્લીમાં કોરોનાથી મોતનો કુલ આંકડો હાલમાં 25,091 છે જ્યારે કોરોના સંક્રમણ દર 0.06 ટકા છે. દિલ્લીમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 342 છે આમાંથી 165 દર્દી હોમ આઈસોલેશનમાં છે. સક્રિય કોરોના દર્દીઓનો દર 0.023 ટકા અને રિકવરી દર 98.23 ટકા છે.
રાજસ્થાન સરકારે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં નિરંતર ઘટાડાને જોતા વિશ્વવિદ્યાલય, કૉલેજો, સ્કૂલો અને કોચિંગ સંસ્થાઓમાં નિયમિત શિક્ષણ ગતિવિધિઓને 100 ટકા ક્ષમતા સાથે સોમવાર 15 નવેમ્બરથી સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. વર્તમાનમાં નિયમિત કક્ષાઓ 50 ટકા ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં સોમવારે કોરોના સંક્રમણના ચાર દર્દી મળ્યા અને રાજ્યમાં કુલ 42 લોકોનો સંક્રમણનો ઈલાજ ચાલી રહ્યો છે.












Click it and Unblock the Notifications
