કોરોના વાયરસના 538 દિવસમાં સૌથી ઓછા 8,488 કેસ, 24 કલાકમાં 12,510 દર્દી થયા રિકવર

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે(22 નવેમ્બર)ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વયારસના 8,488 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા 538 દિવસમાં સૌથી ઓછા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 12,510 કોરોના દર્દી રિકવર થઈ ગયા છે. આ દરમિયાન એક દિવસમાં કોવિડ-19થી 249 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1,18,443 છે. જે 534 દિવસ બાદ સૌથી ઓછા કેસ છે.

coronavirus

દેશમાં કુલ સક્રિય કેસ કુલ સંક્રમણના 1 ટકાથી પણ ઓછા છે. વર્તમાનમાં સક્રિય કેસ કુલ સંક્રમણના 0.34 ટકા છે જે માર્ચ 2020થી સૌથી ઓછા છે. દેશમાં હાલમાં કોરોના વેક્સીનેશનનો આંકડો 116.87 કરોડ છે. વળી, કોરોના રિકવરી રેટ 98.31 ટકા છે જે માર્ચ 2020થી સૌથી વધુ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાનો કુલ રિકવરી 3,39,34,547 છે.

દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ 1.08 ટકા છે જે 49 દિવસોથી 2 ટકાથી પણ ઓછો છે. વળી, સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 0.93 ટકા છે જે 59 દિવસોથી 2 ટકાથી ઓછો છે. દેશમાં અત્યાર સુદી 63.25 કરોજ કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X