કોરોના કેસ ફરીથી વધ્યા, 24 કલાકમાં સામે આવ્યા 6317 નવા દર્દી, ઓમિક્રૉનના કેસ વધીને થયા 213
કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમ વચ્ચે દેશમાં સંક્રમણના કેસોમાં ફરીથી એક વાર ઉછાળો આવ્યો છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના જોખમ વચ્ચે દેશમાં સંક્રમણના કેસોમાં ફરીથી એક વાર ઉછાળો આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 6317 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 318 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા મંગળવારે કોરોના વાયરસના દૈનિક દર્દીઓની સંખ્યા 5326 હતી. એટલે કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં 18 ટકાનો વધારો થયો છે.

આ ઉપરાંત છેલ્લા એક દિવસ દરમિયાન કોરોના વયારસના 6906 દર્દી રિકવર પણ થયા છે. કોરોના વાયરસના દર્દીનો રિકવરી રેટ વધવાથી સંક્રમણના સક્રિય કેસોમાં ઘટાડો આવ્યો છે અને હાલમાં આ આંકડો 78190 છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા છેલ્લા 575 દિવસમાં સૌથી ઓછી છે.
દેશમાં ઓમિક્રૉનના કેસ વધીનેથયા 213
કોરોના વાયરસના દૈનિક કેસો ઉપરાંત દેશમાં ઓમિક્રૉન વેરિઅંટના કેસ પણ વધ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશના 15 રાજ્યોમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના અત્યાર સુધી 213 કેસ મળી ચૂક્યા છે. આમાં સૌતી વધુ કેસ દેશની રાજધાની દિલ્લીથી છે. જ્યાં ઓમિક્ર઼નથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 57 છે. દિલ્લી બાદ મહારાષ્ટ્ર બીજા નંબરે છે જ્યાં અત્યાર સુધી ઓમિક્રૉન વેરિઅંટના 54 કેસ મળી ચૂક્યા છે.
અત્યાર સુધી ઓમિક્રૉનના 90 દર્દી રિકવર
જો કે, ઓમિક્રૉનના 90 દર્દી અત્યાર સુધી રિકવર પણ થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના જે દર્દી મળ્યા છે તેમાંથી મોટાભાગના લક્ષણો વિનાના કે પછી હળવા લક્ષણોવાળા છે. મહારાષ્ટ્ર અને દિલ્લી ઉપરાંત અત્યાર સુધી તેલંગાનામાં 24, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15, ગુજરાતમાં 14, જમ્મુ કાશ્મીરમાં 3, ઓરિસ્સા-યુપીમાં 2-2 અને આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ઓમિક્રૉન વેરિઅંટનો એક-એક દર્દી મળી ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
