કોરોના વાયરસના કેસોમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 35,662 નવા દર્દી, 281ના મોત

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 35,662 નવા દર્દી મળ્યા છે

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 35,662 નવા દર્દી મળ્યા છે અને 281 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ કોવિડ સંક્રમિતોની સંખ્યા વધીને 3,34,17,390 થઈ ગઈ છે. દેશમાં સતત ત્રીજા દિવસે દૈનિક 30 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. શુક્રવારે કુલ 34,403 નવા દર્દી સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે દેશભરમાં રેકૉર્ડ 2.5 કરોડ વેક્સીનનો ડોઝ લોકોને આપવામાં આવ્યો હતો.

coronavirus

દેશમાં હાલમાં કુલ 3,40,639 સક્રિય કેસ છે જે કુલ કેસોના 1.02 ટકા છે. ભારતમાં રિકવરી રેટ 97.65 ટકા નોંધવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 33,798 લોકો કોવિડથી રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં કુલ 3,26,32,222 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 2.02 ટકા નોંધવામાં આવ્યો છે જે છેલ્લા 85 દિવસથી ત્રણ ટકાથી નીચે છે. વળી, દેશમાં અત્યાર સુધી(17 સપ્ટેમ્બર) દેશમાં કુલ 55.07 કરોડ સેમ્પલનુ ટેસ્ટિંગ થઈ ચૂક્યુ છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 14,48,833 સેમ્પલના ટેસ્ટ થયા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણ શરૂ થયા બાદ શુક્રવારે દેશમાં સૌથી વધુ લોકોને રસી લગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે વિશેષ રસીકરણ અભિયાન હેઠળ લગભગ અઢી કરોડ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે કે જે એક રેકૉર્ડ છે. કોવિન પર આપવામાં આવેલા ડેટા મુજબ રાતે 12 વાગ્યા સુધી દેશભરમાં કુલ 2.50 કરોડ ડોઝ લગાવવામાં આવ્યો છે. સરકારે પીએમ મોદીના જન્મદિવસના પ્રસંગે સવા બે કરોડ રસી લગાવવાનુ લક્ષ્ય રાખ્યુ હતુ જેનાથી વધુ રસી મૂકાઈ છે.

એક અહેવાલ મુજબ દેશના જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં 100 ટકા રસીકરણ માટે જોર આપવામાં આવી રહ્યુ છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કેન્દ્ર ઝડપથી સંપૂર્ણ વસ્તીને કોરોના વેક્સીન આપવા માંગે છે. ગુજરાતમાં એક દિવસમાં કાલે રેકૉર્ડબ્રેક 22.15 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી. રાજ્યમાં વેક્સીનેશનનો ડોઝ કુલ 5.57 કરોડ થઈ ગયો છે. જેમાંથી 3.95 કરોડ લોકોએ પ્રથમ ડોઝ અને 1.61 કરોડ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. દેશમાં ઉત્તર પ્રદેશ 9.31 કરોજ સાથે પ્રથમ, મહારાષ્ટ્ર 7.18 કરોડ સાથે બીજા, મધ્ય પ્રદેશ 5.61 કરોડ સાથે ત્રીજા, ગુજરાત ચોથા અને પાંચમાં સ્થાને રાજસ્થાન 5.27 કરોડ ડોઝ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X