કોરોના કેસોમાં થયો ઘટાડો, 24 કલાકમાં સામે આવ્યા 33376 નવા કેસ, કેરલની સ્થિતિ ચિંતાજનક

કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 33376 નવા દર્દી સામે આવ્યા છે જ્યારે 308 લોકોના મોત થયા છે. જો કે ચિંતાની એક મોટી વાત એ છે કે છેલ્લા એક દિવસમાં કોરોનાના દૈનિક કેસોના મુકાબલે રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઘટી છે અને 32198 દર્દી જ રિકવર થયા છે. રિકવરી ઓછી થવાથી કોરોના વાયરસના સક્રિય કેસ વધીને 3,91,516 થઈ ગયા છે.

Coronavirus

આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,32,08,330 અને રિકવર દર્દીઓની સંખ્યા 3,23,74,497 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દેશના અલગ-અલગ રાજ્યોમાં 4,42,317 લોકોના જીવ પણ જઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 73,05,89,688 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આમાંથી 65,27,175 કોરોના વેક્સીન છેલ્લા 24 કલાકમાં લગાવવામાં આવી છે.

દેશમાં સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ સતત 78 દિવસથી ત્રણ ટકાથી નીચે છે. હાલમાં ભારતમાં આ દર 2.26 ટકા નોંધવામાં આવ્યો છે. દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ પણ છેલ્લા 12 દિવસથી ત્રણ ટકાની નીચે નોંધવામાં આવી રહ્યો છે. તે 2.10 ટકા રેકૉર્ડ કરવામાં આવ્યો છે. મુંબઈમાં પણ શુક્રવારે કોવિડ-19ના 441 નવા કેસ અને પાંચ મોત સાથે કોરોના કેસનો કુલ આંકડો 7,34,337 અને કુલ કોરોના મોતનો આંકડો 16,011 સુધી પહોંચી ગયો છે તેમ એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યુ હતુ. મુંબઈમાં રિકવરી રેટ 97 ટકા રહ્યો જ્યારે સક્રિય કેસ હાલમાં 4537 છે.

કેરળમાં શુક્રવારે કોવિડ-19ના 25,010 કેસ અને 177 મોત નોંધવામાં આવ્યા ત્યારબાદ અહીં કોરોનાના કુલ કેસ 43,34,704 અને કોરોનાથી થયેલ કુલ મોતનો આંકડો 22,303 થઈ ગયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીના જ્યૉર્જે કહ્યુ કે છેલ્લા 24 કલાકમાં 1,51,317 સેમ્પલને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા અને ટેસ્ટ પૉઝિટિવિટી રેટ 16.53 ટકા હતો. થ્રિસુર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 3226 કોવિડ-19 કેસ સામે આવ્યા ત્યારબાદ એર્નાકુલમમાં 3034 અને મલ્લપુરમમાં 2606 કેસ સામે આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X