કોરોનાની ગતિ અટકતી નથી, 24 કલાકમાં મળ્યા 31382 નવા દર્દી, 318ના મોત

કોરોના વાયરસના સંક્રમણની ગતિ હાલમાં અટકતી નથી દેખાઈ રહી. છેલ્લા એક દિવસમાં 31 હજારથી વધુ નવા દર્દી મળ્યા છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના સંક્રમણની ગતિ હાલમાં અટકતી નથી દેખાઈ રહી. છેલ્લા એક દિવસમાં 31 હજારથી વધુ નવા દર્દી મળ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 31,382 નવા દર્દી મળ્યા છે જ્યારે 32,542 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે એક દિવસમાં 318 લોકોના જીવ ગયા છે. કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધ્યા બાદ દેશમાં હવે સક્રિય દર્દી 3,00,162 જ બચ્યા છે.

covid-19

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે અને કુલ સંક્રમિત દર્દીઓમાંથી અત્યાર સુધી 3,28,48,273 લોકો રિકવર થઈ ચૂક્યા છે. જો કે કેરળની સ્થિતિ ગંભીર છે અને કોરોના વાયરસના દૈનિક કેસો સૌથી વધુ દક્ષિણ ભારતીય રાજ્યમાં મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસ સંક્રમણના 19,682 દર્દી મળ્યા છે જ્યારે 152 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના સતત ગંભીર સ્થિતિને જોતા હાલમાં કેરળ સરકારે અમુક વધુ પગલાં લીધા છે. જે હેઠળ ટેસ્ટિંગની પ્રક્રિયામાં ફેરફાર થયો છે. વળી, કોરોનાથી બચાવ સંબંધી નિયમો પણ કડક કરી દેવામાં આવ્યા છે.

દેશભરમાં અત્યાર સુધી લગાવવામા આવી કોરોનાથી બચાવના 84,15,18,026 રસી

આ ઉપરાંત દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે અને ગુરુવાર સુધીના આંકડા મુજબ અલગ-અલગ રાજ્યોમાં કુલ 84,15,18,026 રસી લગાવવામાં આવી ચૂકી છે. આમાંથી વેક્સીનનો 72,20,642 ડોઝ છેલ્લા એક દિવસમાં આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસ વેક્સીનનો 81.39 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત 86 લાખ રસી હજુ પણ પહોંચાડવાની પ્રક્રિયામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X