કોરોના વાયરસના કેસોમાં ઘટાડો, 24 કલાકમાં સામે આવ્યા 26041 નવા કેસ અને 29621 રિકવરી

કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક વાર ફરીથી ઘટાડો નોંધવામાં આવ્યો છે અને નવા કેસ 30 હજારથી નીચે રેકૉર્ડ કરવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક વાર ફરીથી ઘટાડો નોંધવામાં આવ્યો છે અને નવા કેસ 30 હજારથી નીચે રેકૉર્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 26041 નવા કેસ મળ્યા છે જ્યારે 29621 દર્દી રિકવર થયા છે. આ નવા આંકડાઓ બાદ કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,36,78,786 અને રિકવર દર્દીઓની સંખ્યા 3,29,31,972 થઈ ગઈ છે. કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધવાથી સક્રિય કેસ પણ ઘટ્યા છે અને હાલમાં દેશમાં 2,99,620 સક્રિય કેસ છે.

corona

આરોગ્ય મંત્રાલયે પોતાના આંકડાઓમાં જણાવ્યુ છે કે છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે 276 લોકોના મોત થયા છે ત્યારબાદ મૃતકોની સંખ્યા વધીને 4,47,194 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 86,01,59,011 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આમાંથી 38,18,362 રસી છેલ્લા 24 કલાકની અંદર આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X