Covid-19: છેલ્લા 24 કલાકમાં 2.22 લાખ નવા કેસ પરંતુ મોતના આંકડામાં ઘટાડો નહિ, 4,454 લોકોના ગયા જીવ

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મોતના આંકડા ઘટવાનુ નામ નથી લઈ રહ્યા. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મોતના આંકડા ઘટવાનુ નામ નથી લઈ રહ્યા. દેશમાં સોમવારે(24 મે) છેલ્લા 24 કલાકમાં 2,22,315 કોવિડ-19 કેસ સામે આવ્યા છે અને 4454 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 3,02,544 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,03,720 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 27,20,716 છે. વળી, ડિસ્ચાર્જ થયેલા કુલ કેસોની સંખ્યા 2,37,28,011 થઈ ગઈ છે. દેશમાં કુલ કોવિડ-19 કેસોની સંખ્યા 2,67,52,447 થઈ ગઈ છે.

corona

ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ વેક્સીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી 19,60,51,962 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. વળી, છેલ્લા 24 કલાકમાં 23 મે 9,42,722 લોકોને વેક્સીન લાગી છે. ભારતમાં રવિવારે (22 મે)ના આંકડાના જણાવ્યા મુજબ કોવિડ-19થી ઉભરતા લોકોનો રાષ્ટ્રીય દર 88.30 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોની સંખ્યા કુલ સંક્રમિતોના કેસમાં 10.57 ટકા છે. દેશમાં હાલમાં સંક્રમણથી મૃત્યુદર 1.13 ટકા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ જે લોકોના કોરોનાથી અત્યાર સુધી મોત થયા છે તેમાંથી 70 ટકાથી વધુ અન્ય બિમારીઓથી ગ્રસિત હતા.

ભારતમાં કોરોનાથી અત્યાર સુધી 3 લાખથી વધુ મોત થઈ ગયા છે. ભારત હવે અમેરિકા અને બ્રાઝિલ બાદ દુનિયાનો ત્રીજો દેશ બની ગયો છે જ્યાં કોરોનાથી 3 લાખથી વધુ મોત થયા છે. ભારતમાં કોરોના મૃતકોની સંખ્યા 2.5 લાખથી 3 લાખમાં માત્ર 12 દિવસ લાગ્યા છે. ભારતમાં કોવિડથી 12 દિવસમાં લગભગ 50 હજાર લોકોના મોત થયા છે. માત્ર મે મહિનામાં કોરોનાથી ભારતમાં 92 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે હવે મે ખતમ થવાના સપ્તાહનો સમય છે. દેશમાં કોરોનાથી શરૂઆતી લહેરમાં 50 હજાર મોત થવામાં 150થી વધુ દિવસનો સમય લાગ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X