કોરોનાનુ જોખમ યથાવત, 24 કલાકમાં મળ્યા 40134 નવા કેસ, સક્રિય કેસ વધીને થયા 413718

દેશમાં કોરોના વાયરસની ગતિમાં હાલમાં કોઈ ઘટાડો જોવા નથી મળી રહ્યો અને સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા 40 હજારથી વધુ યથાવત છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની ગતિમાં હાલમાં કોઈ ઘટાડો જોવા નથી મળી રહ્યો અને સંક્રમણના દૈનિક કેસોની સંખ્યા 40 હજારથી વધુ યથાવત છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 40,134 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 422 લોકોના મોત થયા છે. વળી, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 36,946 દર્દી રિકવર થયા છે. રિકવર થનારા દર્દીઓની સંખ્યા સતત ઘટવાથી કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ વધારો થયો છે અને આંકડા વધીને 4,13,718 સુધી પહોંચી ગયા છે.

coronavirus

આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આ નવા આંકડાઓ બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,16,95,958 અને રિકવર દર્દીઓની સંખ્યા 3,08,57,467 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે અત્યાર સુદી દેશમાં 4,24,773 લોકોના જીવ જઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી સામે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 47,22,23,639 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે આમાંથી 17,06,598 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યો છે.

ઓગસ્ટમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સતત વધતા કેસો વચ્ચે વૈજ્ઞાનિકોએ ચેતવ્યા છે કે મહામારીની ત્રીજી લહેર ઓગસ્ટમાં આવી શકે છે. હૈદરાબાદ અને કાનપુર આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ આ રિસર્ચમાં એ પણ જણાવ્યુ છે કે ઓક્ટોબરના મહિનામાં ત્રીજી લહેર પોતાના પીક પર હશે અને રોજ કોરોના વાયરસના લગભગ એક લાખ કેસ સામે આવી શકે છે. આ રિસર્ચ મુજબ જો સ્થિતિ ખરાબ રહી તો કોરોના વાયરસના દૈનિક કેસોનો આંકડો 1.5 લાખ સુધી પહોંચી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X