કનિકા સાથે પાર્ટીમાં શામેલ યુપીના આરોગ્ય મંત્રીએ ખુદને આઈસોલેશનમાં રાખ્યા
કનિકા કપૂરનો સેમ્પલ પૉઝિટીવ આવ્યા બાદ આરોગ્ય મંત્રી જયપ્રકાશ સિંહે ખુદને આઈસોલેટ કરી દીધા છે.
કોરોના વાયરસ સામે દેશમાં જંગ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન બૉલિવુડ ગાયિક કનિકા કપૂરની બેદરકારીના કારણે ઘણા લોકો પર આ વાયરસના સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાસ્તવમાં કનિકા કપૂર લંડનથી પાછી આવ્યા બાદ તેણે લખનઉમાં ઘણી પાર્ટીઓમાં ભાગ લીધો. આ પાર્ટીમાં ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જયપ્રતાપ સિંહે પણ ભાગ લીધો હતો. પરંતુ કનિકા કપૂરનો સેમ્પલ પૉઝિટીવ આવ્યા બાદ જયપ્રકાશ સિંહે ખુદને આઈસોલેટ કરી દીધા છે. તેમના સેમ્પલ પણ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

આ હસ્તીઓ શામેલ હતી પાર્ટીમાં
માહિતી અનુસાર લખનઉમાં કનિકા ત્રણ પાર્ટીઓમાં શામેલ થઈ. તે તાજ હોટલમાં પણ એક કાર્યક્રમાં શામેલ થઈ હતી. લખનઉમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના ઘરે પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપ સાંસદ દુષ્યંત સિંહ, ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, જિતિન પ્રસાદ, આદેશ સેઠ સહિત ઘણા અન્ય નેતા અને ગણમાન્ય શામેલ હતા. કનિકાનો સેમ્પલ પૉઝિટીવ આવ્યા બાદ ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહે ખુદને આઈસોલેશનમાં રાખ્યા છે.
વસુંધરા રાજે આઈસોલેશનમાં
વળી, આ બાબતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા વસંધરા રાજેએ ટ્વિટ કરીને માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે તે પોતાના દીકરા દુષ્યંત સાથે તેના સાસરિયાવાળા દ્વારા આયોજિત રાત્રિ ભોજનમાં પહોંચ્યા હતા જ્યાં સિંગર કનિકા કપૂર હાજર હતી. હવે અમે પોતાને આઈસોલેટ કરી લીધા છે. વસુંધરા રાજેએ ટ્વિટમાં જણાવ્યુ કે લખનઉમાં રહીને મે મારા દીકરા દુષ્યંત અને તેમના સાસરિયાવાળા સાથે રાત્રિ ભોજનમાં ભાગ લીધો. જેમાં દૂર્ભાગ્યવશ કોરોના વાયરસ પૉઝિટીવ મળેલી સિંગર કનિકા પણ અતિથિ હતી. કનિકા વિશે સમાચાર મળતા જ અ પોતાને ઘરમાં આઈસોલેટ કરી લીધા છે.
શું કહેવુ છે કનિકાનુ
વળી, જ્યારે કનિકાને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે તે માત્ર 10-30 લોકોને મળી છે. કનિકાએ કહ્યુ કે એક દોસ્તની બર્થડે પાર્ટીમાં ગઈ હતી, ત્યાં અમુક લોકો આવ્યા હતા. કનિકાએ આરોપ લગાવ્યો કે તે એક હોસ્પિટલમાં છે, અહીં ખાવાપીવા માટે કંઈ નથી. અહીં ડૉક્ટરે મને ધમકી આપી છે. તેમણે કહ્યુ છે કે મે તમારા વિશે ઈન્ટરનેટ પર વાંચ્યુ છે કે તમે એરપોર્ટથી ભાગીને આવ્યા છો, અ તમારી સામે પોલિસમાં ફરિયાદ કરીશુ. હું ડરી ગઈ છુ કે મારી સાથે શું થશે. આરોપ છે કે કનિકા એરપોર્ટથી છૂપાઈને નીકળી, જેના પર તેણે કહ્યુ કે એવુ કઈ રીતે થઈ શકે કે ભારતમાં કોઈ એરપોર્ટથી છૂપાઈને બહાર આવે, હું છૂપાઈને કેમ બહાર આવુ. કનિકાએ જણાવ્યુ કે એરપોર્ટ પર મારુ ચેકઅપ થયુ, મે આખુ ફોર્મ ભરીને આપ્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
