કનિકા કપૂરનુ જૂઠ આવ્યુ સામે, વીડિયોમાં ખુલી ખોટા દાવાઓની પોલ
કનિકાની પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો આ પાર્ટીમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
દેશમાં વધતા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે બૉલિવુડ સિંગર કનિકા કપૂરના સેમ્પલ કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યા છે. કનિકા કપૂર હાલમાં જ લંડનથી પાછી આવી હતી ત્યારબાદ તે લખનઉમાં ઘણી પાર્ટીઓમાં ભાગ લેવા પહોંચી હતી ત્યારબાદ લગભગ 300-400 લોકો પર સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. જે પાર્ટીમાં કનિકા શામેલ થઈ હતી તેમાં ઘણા સાંસદ, મોટા નેતા, યુપીના આરોગ્ય મંત્રી અને ગણમાન્ય લોકો હતા. જો કે કનિકા કપૂરે દાવો કર્યો હતો કે તે માત્ર 10-30 લોકોને મળી છે.

વીડિયોમાં ખુલી પોલ
પરંતુ આ પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો આ પાર્ટીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ પાર્ટી હોળી મિલનની છે જેમાં જોઈ શકાય છે કે લોકો ફૂલોથી હોળી રમી રહ્યા છે. જ્યારે કનિકા કપૂરનુ કહેવુ હતુ કે તે પોતાના દોસ્તની એક બર્થડે પાર્ટીમાં ગઈ હતી, અહીં બહુ ઓછા લોકો હતા પરંતુ વીડિયો સામે આવ્યા બાદ તેમનો દાવો ખોટો નીકળ્યો છે. કનિકા કપૂર લખનઉ સ્થિત તાજ હોટલમાં પણ ગઈ હતી. હાલમાં કનિકાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે જ્યાં તેને આઈસોલેશનમાં રાખવામાં આવી છે.

શું કહ્યુ પિતાએ
કનિકા કપૂરના પિતા રાજીવ કપૂરે કહ્યુ કે કનિકા લંડનથી પાછી આવ્યા બાદ 3-4 પાર્ટીમાં ગઈ હતી જેમાં લગભગ 300-400 લોકોએ ભાગ લીધો હતો. કનિકાના પિતાએ કહ્યુ કે તેમના આખા પરિવારનો ટેસ્ટ થશે. તમને જણાવી દઈએ કે કનિકાના પરિવારમાં કુલ 6 લોકો છે અને બધાનો ટેસ્ટ થશે. પરિવારના સંપર્કમાં જે પણ આવ્યુ છે તેમને પણ કનિકાના પરિવારે અપીલ કરી છે કે તે પોતાનો ટેસ્ટ કરાવી લે. વળી, પ્રશાસન તરફથી કહેવામાં આવ્યુ છે કે કનિકાના પિતા, મા, દાદી અને ઘરમાં કામ કરનારા ઘરે જ રહે, પ્રશાસન અહીં તેમના ઘર અને બિલ્ડિંગને સેનિટાઈઝ કરી રહ્યા છે.

શું કહેવુ છે કનિકાનુ
વળી, જ્યારે કનિકાને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે તે માત્ર 10-30 લોકોને મળી છે. કનિકાએ કહ્યુ કે એક દોસ્તની બર્થડે પાર્ટીમાં ગઈ હતી, ત્યાં અમુક લોકો આવ્યા હતા. કનિકાએ આરોપ લગાવ્યો કે તે એક હોસ્પિટલમાં છે, અહીં ખાવાપીવા માટે કંઈ નથી. અહીં ડૉક્ટરે મને ધમકી આપી છે. તેમણે કહ્યુ છે કે મે તમારા વિશે ઈન્ટરનેટ પર વાંચ્યુ છે કે તમે એરપોર્ટથી ભાગીને આવ્યા છો, અ તમારી સામે પોલિસમાં ફરિયાદ કરીશુ. હું ડરી ગઈ છુ કે મારી સાથે શું થશે. આરોપ છે કે કનિકા એરપોર્ટથી છૂપાઈને નીકળી, જેના પર તેણે કહ્યુ કે એવુ કઈ રીતે થઈ શકે કે ભારતમાં કોઈ એરપોર્ટથી છૂપાઈને બહાર આવે, હું છૂપાઈને કેમ બહાર આવુ. કનિકાએ જણાવ્યુ કે એરપોર્ટ પર મારુ ચેકઅપ થયુ, મે આખુ ફોર્મ ભરીને આપ્યુ હતુ.

આ હસ્તીઓ શામેલ હતી પાર્ટીમાં
માહિતી અનુસાર લખનઉમાં કનિકા ત્રણ પાર્ટીઓમાં શામેલ થઈ. તે તાજ હોટલમાં પણ એક કાર્યક્રમાં શામેલ થઈ હતી. લખનઉમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના ઘરે પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપ સાંસદ દુષ્યંત સિંહ, ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, જિતિન પ્રસાદ, આદેશ સેઠ સહિત ઘણા અન્ય નેતા અને ગણમાન્ય શામેલ હતા. કનિકાનો સેમ્પલ પૉઝિટીવ આવ્યા બાદ ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહે ખુદને આઈસોલેશનમાં રાખ્યા છે.
#kanikakapoorcriminal #kanikakapur YOU ARE REALLY SO IRRESPONSIBLE, YOU ARE THREAT TO SOCIETY AND HUMAN BEINGS, ALL PRESENT IN THIS PARTY SHALL BE SCANNED IMMEDIATELY pic.twitter.com/goueFkS1rd
— Ratiinder Jhony (@RatiinderJhony) March 20, 2020
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
