કોરોનાથી ડરવું જરૂરી, 10 લાખને પાર પહોંચ્યો આંકડો
કોરોનાથી ડરવું જરૂરી, 10 લાખને પાર પહોંચ્યો આંકડો
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ ચિંતાજનક ગતિએ આગળ વધી રહ્યો છે. દેશભરમાં હાલ કોરોના વાયરસના કેસની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઇ છે. ગત રાતે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં ગુરુવારે કોરોના વાયરસના કેસની સંખ્યા 10 લાખ 2 હજાર 679 થઇ ગઇ છે. તાજા આંકડા મુજબ એક્ટિવ કેસ 3 લાખ 41 હજાર 450ને પાર પહોંચી ગયા છે, જ્યારે 25 હજાર 596 લોકોના મોત થયાં છે.

કોરોનાના કેસ વધ્યા
દેશમાં સતત વધતા સંક્રમણના મામલા હવે ડરાવી રહ્યા છે. કોવિડ 19 સંક્રમિત દર્દીની સંખ્યા 10 લાખના આંકડાને પારકરી ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં 6,35,244 લકો ઠીક થઇ પોતાના ઘરે પહોંચી ગયા છે. કોરોનાથી રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. દેશમાં ગુરુવારે 3 હજાર નવા કેસ સામે આવ્યા. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 63.25 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 16 જુલાઇની સવારે કોરોના વાયરસ અપડેટ આપવામાં આવ્યું, જેમાં દેશમાં સક્રમિતોની સંખ્યા 9,68,876ને પાર જણાવવામાં આવી છે. જણાવી દઇએ કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વરાા કોરોના દર્દીને લઇ વધુ જાણકારી આજે સવારે આપવામાં આવશે.

કેસ પહોંચ્યા 10 લાખને પાર
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ મામલા સામે આવ્યા છે. તાજા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 2,84,281 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારે બીજા નંબર પર તમિલનાડુ છે, જ્યાં 1 લાખ 18 હજાર 645 લોકો કોરોનાના લપેટામાં આવી ચૂક્યા છે.

ભારતમાં તેજીથીવધી રહ્યા છે કોરોનાના કેસ
ભારતમાં તેજીથી વધી રહેલા કોરોના વાયરસના કેસ મામલે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોવિડ 19 કેસ ભારતમાં તેજીથી વધી રહ્યા છે. જેની પાછળનું સૌથી મોટુ કારણ આપણા દેશની વિશાળ જનસંખ્યા છે. વિશાળ જનસંખ્યાના કારણે અહીં કોવિડ-19ના મામલા વધી રહ્યા છે. પરંતુ અહીં ઠીક થનારાઓની સંખ્યા વધુ છે અને મૃત્યુદર પણ બહુ ઓછો છે માટે ડરવાની જરૂરત નથી.












Click it and Unblock the Notifications
