કોરોના સંકટમાં આ કંપનીના કર્મચારીઓની નોકરી નહિ જાય, વધશે ઈન્ક્રીમેન્ટ
કોરોના વાયરસના ફેલાવ અને લૉકડાઉન જારી થયા બાદ સતત કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે.
કોરોના વાયરસના ફેલાવ અને લૉકડાઉન જારી થયા બાદ સતત કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે અને પગારમાં પણ કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોલ્ડ્રીન્સ બનાવવા માટે જાણીતી કંપની કોકાકોલાએ કહ્યુ છે કે આ મુશ્કેલ સમયમાં તે ના તો કોઈના કર્મચારીને નોકરીમાંથી કાઢી શકશે અને ના કોઈનો પગાર કાપવામાં આવશે. સાથે કંપનીએ ઈન્ક્રીમેન્ટ એટલે કે પગારમાં વધારાનુ પણ એલાન કરવામાં આવ્યુ છે.

7000 કર્મચારીઓને મળશે ઈંક્રીમેન્ટ
કોકા-કોલા કંપનીની બૉટલિંગ પાર્ટનર હિંદુસ્તાન કોકા કોલા બેવરેજે કર્મચારીઓની સેલેરીમાં વધારાની ઘોષણા કરી છે. એચસીસીબીએ પોતાના 7000 કર્મચારીઓની સેલેરીમાં 7થી 8 ટકા વધારાનુ એલાન કર્યુ છે. આ વધારો 1 એપ્રિલ 2020થી લાગુ થશે. એચસીસીબી તરફથી કહેવામાં આવ્યુ છે કે વાર્ષિક ઈંક્રીમેન્ટનો ફાયદો બધા કર્મચારીઓને મળશે. કંપની ભારતમાં કોક, સ્પ્રાઈટ, થમ્સ અપના નામથી પીણા બનાવે છે.

કંપનીએ માન્યુ ખપત ઘટી છે
કોકા કોલાના સીઈઓ જેમ્સ કિંસીએ કહ્યુ છે કે ભારતના બજારમાં કોલ્ડ્રીંક્સની ખપત ઘટી છે. કોરોના વાયરસના ખતરા અને પછી લૉકડાઉન બાદ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં દુનિયાભરના બજારોમાં કોકા કોલાનુ વેચાણ 5 ટકા ઘટ્યુ છે. કંપનીએ લૉકડાઉનની નકારાત્મક અસર જરૂર માની છે પરંતુ સ્પષ્ટ કર્યુ છે કે આની અસર કર્મચારીઓ પર નહિ થાય.

કોરોનાથી નોકરીઓ પર પડી છે અસર
કોરોના વાયરસનો ખતરો દેશ અને દુનિયામાં વધી રહ્યો છે. જેનાથી નોકરીઓ પર દેશભરમાં અસર થઈ છે. તમને જણા્વી દઈએ કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 29 હજારને પાર પહોંચી ચૂકી છે. આરોગ્ય મંત્રાલય તરફથી જારી અધિકૃત આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા મંગળવારે 29,435 થઈ ગઈ છે અને 934 લોકોનો મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યારે 21,632 એક્ટિવ કેસ છે એટલે કે ત્રણ લોકોનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
