કોરોના કેસોમાં 201 દિવસ પછી મોટી રાહત, 24 કલાકમાં મળ્યા 18795 દર્દી, 179 મોત
કોરોના વાયરસના કેસોને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. જાણો લેટેસ્ટ અપડેટ.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના કેસોને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. કોરોના સંક્રમણના દૈનિક કેસ 20 હજારથી નીચે રેકૉર્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 18,795 નવા દર્દી મળ્યા છે જ્યારે 26,030 દર્દી રિકવર થયા છે. દૈનિક કેસોની દ્રષ્ટિઓ આ છેલ્લા 201 દિવસ દરમિયાન સૌથી મોટો ઘટાડો છે. આ નવા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 3,36,97,581 અને રિકવર થનાર દર્દીઓની સંખ્યા 3,29,58,002 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના કારણે છેલ્લા એક દિવસમાં 179 લોકોના જીવ ગયા છે અને મૃતકોની સંખ્યા વધીને 4,47,373 થઈ ગઈ છે. આ ઉપરાંત કોરોોના દર્દીઓનો રિકવરી રેટ વધીને સક્રિય કેસ ઘટ્યા છે અને હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા 2,92,206 છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ અત્યાર સુધી દેશમાં અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસના વેક્સીનના કુલ 87,07,08,636 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે જેમાંથી 1,02,22,525 રસી છેલ્લા 24 કલાક દરમિયાન લગાવવામાં આવી છે. આ સતત 5મી વાર છે જ્યારે દેશમાં કોરોના વાયરસના રસીકરણે 1 કરોડનો આંકડો પાર કર્યો છે.
કુલ સક્રિય કેસોમાંથી 55 ટકા એકલા કેરળમાં
વળી, કેરળમાં અત્યાર સુધી કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા સૌથી વધુ છે અને કુલ દર્દીઓમાંથી 11,699 દર્દી એકલા કેરળમાં જ મળ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના કારણે 58 દર્દીઓના જીવ ગયા છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં 55 ટકા એકલા કેરળમાં જ છે. આ ઉપરાંત કોરોના વાયરસ વેક્સીનેશન વિશે માહિતી આપીને આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વેક્સીનનો 84.70 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જ્યારે 42.83 ડોઝ પહોંચાડવાની પ્રક્રિયામાં છે.












Click it and Unblock the Notifications
