Coronavirus: એર ઈન્ડિયા એક્સપ્રેસે UAEથી આવતા મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Coronavirus: ચીનમાં ફરીથી વકરેલી કોરોના મહામારીની પરિસ્થિતિ બાદ ભારત સરકાર એલર્ટ મોડમાં છે. તમામ મેડિકલ સુવિધાઓની ચકાસણી માટે મૉક ડ્રીલ પણ કરવામાં આવી. હવે એર ઈન્ડિયા એક્સપ્રેસે યુએઈથી આવતા મુસાફરો માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં લોકોને કોરોના અનુરુપ પોતાનો વ્યવહાર કરવા કહેવામાં આવ્યુ છે અને ઘણી સાવચેતીઓ રાખવાનુ કહ્યુ છે.

એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને લખ્યુ કે યુએઈથી આવતા મુસાફરો કૃપા કરીને નોંધ લો. બધા મહેમાનોએ વેક્સીન લીધેલી હોવી જરુરી છે. બધા મહેમાનોએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને તમામ એન્ટ્રી પોઈન્ટ પર ફીઝિકલ ડિસ્ટંસનુ પાલન કરવાનુ રહેશે. મુસાફરોએ આગમન પહેલા પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી, કોઈપણ લક્ષણોના કિસ્સામાં તેઓએ નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી અથવા નેશનલ હેલ્પલાઈન નંબર 1075 પર કોલ કરવો. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આગમન પછી રેન્ડમ ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યુ નથી. જો ભારત પહોંચતા તેમનામાં લક્ષણો જોવા મળે તો પ્રોટોકોલ મુજબ તેમની તપાસ કરવામાં આવશે અને સારવાર કરવામાં આવશે. આ માર્ગદર્શિકા 24 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયા એક્સપ્રેસનુ મુખ્યાલય કોચીમાં છે અને તે ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય બજેટ એરલાઈન છે, જે મધ્ય પૂર્વથી દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે, જે એર ઇન્ડિયાની માલિકીની છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા મુસાફરી કરતા 2 ટકા મુસાફરોના રેન્ડમ પરીક્ષણ વિશે વાત કરી હતી. ઉડ્ડયન મંત્રાલયે 24 ડિસેમ્બરથી તેને લાગુ કરી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
