ઓમિક્રૉનના જોખમ વચ્ચે ઘટ્યા કોરોના કેસ, 24 કલાકમાં 6822 નવા કેસ અને 10 હજારથી વધુ રિકવર

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ રોજ વધી-ઘટી રહ્યા છે. જાણો આજે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ રોજ વધી-ઘટી રહ્યા છે. આજે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 6822 નવા કેસ નોંધવામાં આવ્યા. વળી, 10,004 રિકવરી થઈ. સાથે જ કાલના દિવસે 220 લોકોના જીવ ગયા. નવા કેસ જોઈએ તો તે હાલમાં 6 હજારના ગ્રાફથી ઉપર છે. જેમાં સૌથી વધુ દર્દીઓ કેરળમાંથી મળી રહ્યા છે. વળી, આ એ જ રાજ્ય છે જ્યાં દેશનો પહેલો કોરોના દર્દી મળ્યો હતો. લગભગ 2 વર્ષ બાદ પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ એકલા કેરળ રાજ્યમાંથી કોરોનાના 2724 નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 168 મોત પણ થયા.

coronavirus

સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખથી ઓછી થઈ

દેશમાં રાહતની વાત એ છે કે હવે કોરોના વાયરસના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખથી ઓછી છે. આજે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ કે ભારતમાં સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં 95,014 છે કે જે 554 દિવસમાં સૌથી ઓછા છે. અમુક દિવસ પહેલા આ 1 લાખથી વધુ હતી. વળી, દેશનો કોવિડ રિકવરી રેટ હવે 98.36 ટકા છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણના દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો 3.41 કરોડ થઈ ગયો છે. જેમાંથી 34079612 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

લોકોને વેક્સીનનો કેટલો ડોઝ મળ્યો

દેશભરમાં લોકોને વેક્સીનનો અત્યાર સુધી 1,28,76,10,590 ડોઝ મળી ચૂક્યો છે. જેમાથી કાલના દિવસે 79,39,038 ડોઝ આપવામાં આવ્યો. અત્યાર સુધી કોરોનાથી રિકવર થયેલા લોકોનો આંકડો વધીને 34079612 સુધી પહોંચી ગયો છે. જેમાંથી કાલના દિવસે 10004 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ ઉપરાંત કોરોના ટેસ્ટની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોના સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ સામે આવ્યા છે. આ રાજ્યમાં કોવિડથી અત્યાર સુધી લગભગ 508 લોકોના મૃત્યુ નોંધવામાં આવ્યા. વળી, કુલ સક્રિય કેસ 3120 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X