સુપ્રિમ કોર્ટે કેન્દ્રને કહ્યુ - મફતમાં કરવો જોઈએ કોરોનાનો ટેસ્ટ, ખાનગી લેબ પણ ન લે વધુ પૈસા
કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે ખાનગી લેબ દ્વારા 4500 રૂપિયા લેવાના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી થઈ.
કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે ખાનગી લેબ દ્વારા 4500 રૂપિયા લેવાના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યુ કે ખાનગી લેબને કોરોનાની તપાસ માટે વધુ પૈસા લેવાની અનુમતિ ન હોવી જોઈએ અને આનો ટેસ્ટ મફત થવો જોઈએ. સાથે જ કોર્ટે કહ્યુ કે સરકારે એક એવી પ્રક્રિયા બનાવવી જોઈએ જેથી ખાનગી લેબમાં ટેસ્ટ કરાવનારને વળતર અપાવી શકાય.

આ મુદ્દે આદેશ પાસ કરીશુ
સુપ્રિમ કોર્ટે કહ્યુ કે અમે આ મુદ્દે આદેશ પાસ કરીશુ. કોર્ટે કહ્યુ કે ડૉક્ટરો-મેડીકલ સ્ટાફ કોરોના યોદ્ધા છે અને તેમના પરિવારના લોકોની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. આના પર કેન્દ્ર તરફથી હાજર થયેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રિમ કોર્ટને જણાવ્યુ કે સરકાર આ મોરચે પૂરી તત્પરતા સાથે કામ કરી રહી છે. તેમણે કોર્ટને જણાવ્યુ કે ડૉક્ટર કોરોના યોદ્ધા છે અને તેમની સુરક્ષા પણ જરૂરી છે. તુષાર મહેતાએ કહ્યુ કે આ ડૉક્ટરોમાંથી ઘણાને હોટલોમાં રોકવામાં આવ્યા છે.

પ્રતિ દિવસ 15000 ટેસ્ટ ક્ષમતા સાથે કામ કરી રહી છે
તેમણે અદાલતને કહ્યુ કે તે આ મુદ્દે કોર્ટના સૂચનો પર વિચાર કરશે. તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યુ કે અત્યારે 118 લેબ પ્રતિ દિવસ 15000 ટેસ્ટ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને આગળ 47 ખાનગી લેબને ટેસ્ટ માટે મંજૂરી આપવાની છે. તેમણે અદાલતને જણાવ્યુ કે પીપીઈ કિટ સહિત તમામ ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંક્રમણને રોકવા માટે દરેક સંભવ પગલા લેવામાં આવી રહ્યા છે.

આર્થિક સંકટમાં મોંઘા ટેસ્ટથી લોકો મુશ્કેલીમાં
સાથે જ કોર્ટે કેન્દ્રને જણાવ્યુ કે ડૉક્ટરોના વેતનમાં ઘટાડાની વાતમાં કોઈ સચ્ચાઈ નથી. તમને જણાવી દઈએ કે ખાનગી લેબમાં કોરાના ટેસ્ટ માટે 4500 રૂપિયાની ચૂકવણી કરવાની હોય છે. આના વિરોધમાં સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાઓનુ કહેવુ છે કે લૉકડાઉન દરમિયાન લોકો સામે આર્થિક સંકટની સ્થિતિ પેદા થઈ શકે છે અને એવા સમયમાં લોકો મોંઘા ટેસ્ટ કરાવવાથી બચી જશે.












Click it and Unblock the Notifications
