કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી જ લીક થયો છે-અમેરિકા
અમેરિકી રિપબ્લિકન પાર્ટી દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ, જેણે સમગ્ર વિશ્વમાં લાખો લોકોનો જીવ લીધો છે તે ચીનની વુહાન લેબમાંથી લીક થયો છે.
અમેરિકી રિપબ્લિકન પાર્ટી દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ, જેણે સમગ્ર વિશ્વમાં લાખો લોકોનો જીવ લીધો છે તે ચીનની વુહાન લેબમાંથી લીક થયો છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીનના વૈજ્ઞાનિકોએ લોકોને સંક્રમિત કરવા માટે આ વાયરસમાં ફેરફાર પણ કર્યો છે. હાઉસ ફોરેન અફેર્સ કમિટીના ટોચના રિપબ્લિકન પ્રતિનિધિ માઇક મેકકોલ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. તેમણે કોરોનાના મૂળની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે વાયરસની ઉત્પત્તિની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જેણે વિશ્વભરમાં 4.4 મિલિયન લોકોને માર્યા છે.

ઉલ્લેખનિય છે કે કોરોનાનો પહેલો કેસ વર્ષ 2019 માં ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો. જો કે, ચીને વુહાન લેબમાંથી કોરોના લીક અને સંશોધિત થયો હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. બીજી તરફ કેટલાક નિષ્ણાતો માને છે કે આ વાયરસ વુહાનની લેબ નજીક સ્થિત એક શી ફૂડ માર્કેટમાંથી ફેલાયો છે. એપ્રિલમાં, અમેરિકાની ટોચની ગુપ્તચર એજન્સીએ કહ્યું હતું કે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે આ વાયરસ માનવસર્જિત નથી કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અમેરિકી રાષ્ટ્રપતિએ તપાસના આદેશ આપ્યા
અમે તમને જણાવી દઈએ કે મે મહિનામાં, યુએસ પ્રમુખ જો બાઈડને ગુપ્તચર એજન્સીઓને વહેલામાં વહેલી તકે વાયરસની ઉત્પત્તિ શોધવા અને 90 દિવસની અંદર તેનો અહેવાલ રજૂ કરવા કહ્યું હતું. તે જ સમયે, ગુપ્તચર એજન્સીઓની તપાસથી પરિચિત સૂત્રએ જણાવ્યું હતું કે યુએસ ગુપ્તચર એજન્સીઓ વાયરસ પ્રાણીઓમાંથી આવ્યો છે કે વુહાન લેબમાંથી તેને લઈને હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
