Corona Vaccine: રાહુલ ગાંધીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો, એપ્રિલમાં થયો હતો કોરોના

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. શુક્રવારે સૂત્રોએ આ માહિતી આપી હતી. ન્યૂઝ એજન્સી ANI ના અહેવાલ મુજબ, રાહુલ ગાંધીએ ગુરુવારે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. શુક્રવારે સૂત્રોએ આ માહિતી આપી હતી. ન્યૂઝ એજન્સી ANI ના અહેવાલ મુજબ, રાહુલ ગાંધીએ ગુરુવારે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રાહુલ ગાંધી રસી લેવાને કારણે ગઈકાલે અને આજે સંસદમાં હાજર નહોતા રહ્યા. અહીં ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધી એપ્રિલમા્ં કોરોનાનો ભોગ બન્યા હતા, ત્યારબાદ તેમને ત્રણ મહિના બાદ રસી લીધી છે. એ માહિતી સામે નથી આવી કે તેમને કઈ રસીનો ડોઝ લીધો છે. રાહુલ ગાંધીએ 20 એપ્રિલે ટ્વીટ કરીને જાણ કરી હતી કે તેઓ કોરોનાથી સંક્રમિત છે.

rahul gandhi

આ દરમિયાન કેરળમાં કોરોનાના વધતા કેસને જોતા, રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે રાજ્યમાં વધતા જતા કેસ ચિંતાજનક છે અને લોકોને તમામ સલામતીનાં પગલાંનું પાલન કરવાની અપીલ છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, 'કેરળમાં કોરોના વાયરસના વધતા જતા કેસો ચિંતાજનક છે. હું રાજ્યના મારા ભાઈ-બહેનોને સલામતીના તમામ પગલાં અને માર્ગદર્શિકાઓનું પાલન કરવા અપીલ કરું છું.

વાયનાડથી કોંગ્રેસના લોકસભા સાંસદની ટિપ્પણી કેરળમાં તાજેતરમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારો નોંધાયા બાદ આવી છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુરુવારે સતત ત્રીજા દિવસે 20,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. ગુરુવારે 22,064 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બુધવારે 22,056 અને મંગળવારે 22,129 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X