દેશનાં સૌથી મોટાં હોસ્પિટલ દિલ્હી AIIMSમાં કોરોનાનો વિસ્ફોટ, 35 ડૉક્ટર સંક્રમિત
દેશનાં સૌથી મોટાં હોસ્પિટલ દિલ્હી AIIMSમાં કોરોનાનો વિસ્ફોટ, 35 ડૉક્ટર સંક્રમિત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સર ગંગા રામ હોસ્પિટલ બાદ હવે દેશના સૌથી મોટાં હોસ્પિટલ (AIIMS)માં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. આ હોસ્પિટલના 35 ડૉક્ટર્સ કોરોનાથી સંક્રમિત થયા બાદ હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ તમામ સ્વાસ્થ્યકર્મીઓને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા, હાલ તેમને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અગાઉ ગુરુવારે સર ગંગા રામ હોસ્પિટલમાં 37 ડૉક્ટર્સ મહામારીના લપેટામાં આવી ગયા હતા, કોવિડ 19 વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ પણ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, મહામારીના પ્રસારની ગતિ પહેલી લહેરથી કેટલાય ગણી વધુ નોંધાઈ છે. એક દિવસના મામલામા પાછલા તમામ રેકોર્ડ ટૂટી ગયા છે. શુક્રવારે ગત 24 કલાકમા રેકોર્ડતોડ 1.31 લાખ નવા કોવિડ 19ના મામલા સામે આવ્યા છે. જ્યારે ગત 24 કલાકમાં 780 લોકોનાં મોત થયાં છે. જે આ વર્ષે એક દિવસમાં આવતા સૌથી વધુ મામલા છે. ગત 24 કલાકમાં 61 હજાર 899 લોકો કોરોનાથી ઠીક થયા છે. ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવ મામલાની સંખ્યા હવે 1,30,60,542 થઈ ગઈ છે.
જ્યારે સર ગંગારામ હોસ્પિટલના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું કે સંક્રમિત દર્દીનો ઉપચાર કરતા હોસ્પિટલના 37 ડૉક્ટર્સ કોરોનાના લપેટામાં આવી ગયા છે. આ ડૉક્ટર્સમાં મોટાભાગનામાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળ્યા છે. કુલ 32 ડૉક્ટર્સ ક્વોરેન્ટાઈન છે અને બાકીના પાંચ હોસ્પિટલમાં દાખલ છે. જણાવી દઈએ કે ગત એક વર્ષમાં સર ગંગારામ હોસ્પિટલે કોરોનાના ઈલાજમાં સૌથી મોટી ભૂમિકા નિભાવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગુરુવારે પાછલા 24 કલાકમાં 7437 નવા મામલા સામે આવ્યા, જ્યારે 24 લોકોના મોત થયાં અને 3687 લોકો કોરોનાથી સાજા થયા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
