સલમાન ખુરશીદના અયોધ્યા પર લખેલા પુસ્તક પર વિવાદ, આતંકવાદી સંગઠનો સાથે હિંદુત્વની તુલના
બુધવારે કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે અયોધ્યા પર પોતાનુ પુસ્તક લૉન્ચ કર્યુ જેના પર વિવાદ થઈ ગયો છે.
નવી દિલ્લીઃ અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ વિવાદના ઐતિહાસિક ચુકાદાને 9 નવેમ્બરે બે વર્ષ પૂરા થઈ ગયા. તેના એક દિવસ બાદ બુધવારે કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે પોતાનુ પુસ્તક લૉન્ચ કર્યુ જેનુ નામ 'સનરાઈઝ ઓવર અયોધ્યા, નેશનહુડ ઈન અવર ટાઈમ્સ' છે. પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ હાજર હતા પરંતુ લૉન્ચ બાદ જ આ પુસ્તક પર વિવાદ ઉભો થઈ ગયો છે કારણકે તેમાં આજના હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ અને બોકો હરમ સાથે કરવામાં આવી છે.

ખુરશીદે પોતાના પુસ્તકમાં લખ્યુ કે આજે તગડા હિંદુત્વનુ રાજનીતિકરણ થઈ રહ્યુ છે. જેના કારણે જૂનો હિંદુ ધર્મ અને સાધુ-સંતોનુ સનાતન બાજુએ મૂકાઈ રહ્યુ છે. આજે તેમની બધી રીતો આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ અને બોકો હરમના જેહાદીઓ જેવી છે. આ પુસ્તરમાં ખુરશીદે સુપ્રીમ કોર્ટેના રામ મંદિર પર આપેલા ચુકાદાની પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે આ ચુકાદો જરુરી હતો. આ દેશ હવે વિવાદથી આગળ વધશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રશંસા સાથે તેમણે અમુક સવાલ પણ ઉઠાવ્યા. તેમનુ માનવુ છે કે સર્વોચ્ચ અદાલતે મંદિર નિર્માણનો ચુકાદો તો આપી દીધો પરંતુ આદેશના એ હિસ્સાને નજર અંદાજ કર્યો જેમાં મસ્જિદ માટે પણ જમીન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પુસ્તક દ્વારા ખુરશીદે એ કોંગ્રેસ નેતાઓની ટીકા કરી જે હિંદુત્વ તરફ ઝુકાવની વકીલાત કરે છે. તેમણે લખ્યુ કે કોંગ્રેસમાં એક વર્ગ એવો છે જેને એ વાત પર અફસોસ છે કે પાર્ટીની છબી લઘુમતી સમર્થક પાર્ટીની બની ગઈ છે. આવા નેતા ઈચ્છે છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા જનોઈધારી ઓળખને પ્રકાશમાં લાવે.
ભાજપે કર્યો હુમલો
વળી, ખુરશીદના પુસ્તક પર ભાજપે વાંધો વ્યક્ત કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે કોંગ્રેસ નેતાના પુસ્તકમાં લખવામાં આવેલી વાતે મૂર્ખતાપૂર્ણ છે. જેને હિંદુત્વનુ જ્ઞાન નથી, તે આવી વાતો કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
