નવજોત સિંહ સિદ્ધુએ ઈમરાન ખાનને મોટા ભાઈ કહેતા વિવાદ, બીજેપી નેતા અમિત માલવિયએ વીડિયો શેર કર્યો!
ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવિયાએ શનિવારે પોતાના ટ્વિટર પર નવજોત સિંહ સિદ્ધુનો એક વીડિયો શેર કર્યો છે. જે બાદ નવો હંગામો શરૂ થયો છે.
નવી દિલ્હી, 20 નવેમ્બર : ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવિયાએ શનિવારે પોતાના ટ્વિટર પર નવજોત સિંહ સિદ્ધુનો એક વીડિયો શેર કર્યો છે. જે બાદ નવો હંગામો શરૂ થયો છે. વીડિયોમાં કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ કરતારપુરના એક અધિકારીને ગળે લગાવતા અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને તેમના મોટા ભાઈ કહેતા જોઈ અને સાંભળી શકાય છે.

વીડિયો ટ્વિટ કરીને અમિત માલવિયાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, રાહુલ ગાંધીના પ્રિય નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ કહે છે. છેલ્લી વખત જ્યારે તેમણે પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાને ગળે લગાવ્યા ત્યારે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અમીલ માલવિયાએ આગળ લખ્યું કે, શું તે આશ્ચર્યજનક વાત છે કે ગાંધી ભાઈઓ-બહેનો અને પીઢ અમરિંદર સિંહની જગ્યાએ પાકિસ્તાન પ્રેમી સિદ્ધુને પસંદ કર્યા?
Rahul Gandhi’s favourite Navjot Singh Sidhu calls Pakistan Prime Minister Imran Khan his “bada bhai”. Last time he had hugged Gen Bajwa, Pakistan Army’s Chief, heaped praises.
— Amit Malviya (@amitmalviya) November 20, 2021
Is it any surprise that the Gandhi siblings chose a Pakistan loving Sidhu over veteran Amarinder Singh? pic.twitter.com/zTLHEZT3bC
અમિત માલવિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં શનિવારે કરતારપુર ગુરુદ્વારાની મુલાકાતે ગયેલા નવજોત સિંહ કરતારપુરના એક અધિકારીને મળતા જોઈ શકાય છે. વિડિયોમાં એક પાકિસ્તાની અધિકારી વડાપ્રધાન વતી નવજોત સિંહ સિદ્ધુનું સ્વાગત કરતા સાંભળવા મળે છે. તેને કહ્યું કે અમે ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. જેના જવાબમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે હું ખૂબ જ સન્માનિત છું. તે મારા મોટ ભાઈ છે. હું તેને લાયક નથી, પરંતુ તમારો ખૂબ આભાર. આ પછી પાકિસ્તાની અધિકારીઓએ નવજોત સિંહ સિદ્ધુને હાર પહેરાવીને અને ગુલાબની પાંખડીઓ વરસાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
