યોગી આદિત્યનાથની હત્યાનું કાવતરૂ? જાણો કેમ રાજ્ય સરકાર બદલી રહી છે પુરી સિક્યુરિટી સિસ્ટમ?
યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી ઉતારી દેવાના અહેવાલો વચ્ચે હવે સમાચાર આવી રહ્યાં છે કે તેમની સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે.
યુપી પોલીસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા જઈ રહી છે. આ માટે વિભાગ 1 કરોડથી વધુની કિંમતના અત્યાધુનિક સાધનો ખરીદવાની તૈયારી કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર, વિવિધ આતંકવાદી જૂથો અને રાષ્ટ્ર વિરોધી શક્તિઓ તરફથી સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને દરેક સ્તરે મુખ્યમંત્રીની સુરક્ષા સતત મજબૂત કરાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, સીએમ યોગી પાસે ઝેડ પ્લસ કેટેગરી અને એનએસજી કમાન્ડોનું કવર છે. રાજ્ય પોલીસના બહાદુર જવાનોની ટુકડી પણ તેમની સુરક્ષા માટે દરેક સમયે તૈનાત રહે છે.
પોલીસ વિભાગ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિવિધ જિલ્લાઓની મુલાકાત દરમિયાન સુરક્ષાના સ્તરને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં ડ્રોન, બોડી વર્ન કેમેરા, ડ્રેસ કોમ અને નાઈટ વિઝનનો વધારાનો કન્સાઈનમેન્ટ પણ ઉમેરવામાં આવશે.
મુખ્યમંત્રીની સાથે રાજ્યપાલની સુરક્ષા પણ મજબૂત કરાશે. આ સંદર્ભે સરકાર દ્વારા એડીજી હેડક્વાર્ટરને જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય વીઆઈપીની રાજ્ય મુલાકાતને ધ્યાનમાં રાખીને રેલીઓ, ધાર્મિક સ્થળો, કુંભ મેળા સહિતની મહત્વની ઈવેન્ટને જોતા 1 કરોડ 2 લાખ 20 હજારના 91 સાધનો ખરીદાશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
