મોદી મેજિકને મસળવા 'સાંપ્રદાયિક પાર્ટી' સાથે જોડાશે કોંગ્રેસ: એન્ટોની
કસરગોડ (કેરળ)/નવી દિલ્હી, 31 માર્ચ : દેશભરમાં ચાલી રહેલા મોદી મેજિકથી બેબાકળી બનેલી કોંગ્રેસ કોઇ પણ ભોગે નરેન્દ્ર મોદીને કેન્દ્રની સત્તાથી દૂર રાખવા માંગે છે. આ માટે તે કોઇ પણ સાંપ્રદાયિક પાર્ટી સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. આ વાત કેન્દ્રીય રક્ષા મંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા એ કે એન્ટોનીએ જણાવી છે.
કેરળના કસરગોડમાં રવિવારે એક ચૂંટણી સભાને સંબોધતા એ કે એન્ટોનીએ જણાવ્યું હતું કે 'લોકસભા ચૂંટણી 2014માં અમે સારી એવી બેઠકો જીતીશું, આમ છતાં અમે કદાચ સરકાર બનાવી શકીશું નહીં. કોઇ પણ પ્રકારની આફત ટાળવા માટે કોંગ્રેસ પાર્ટી તેની સામે લડી રહેલી અને કોંગ્રેસ સાથે બિનસાંપ્રદાયિકતાના મુદ્દે હાથ મિલાવવા માટે તૈયાર પાર્ટી સાથે જોડાણ કરવા તૈયાર છે. જેથી મોટી આફત ટાળી શકાય.'

એન્ટોનીએ જણાવ્યું કે ભાજપ અને તેની યુતિ એનડીએ દેશ માટે મોટી આફત છે. ભાજપના નેતા નરેન્દ્ર મોદી ભારતના ભાવિ વડાપ્રધાન બની શકે નહીં કારણ કે તેમની ફાસીવાદી કામ કરવાની પદ્ધતિ સમગ્ર દેશની વ્યવસ્થા અને તંત્રને બગાડી શકે છે.
આ મુદ્દે ભાજપના પ્રવક્તા મીનાક્ષી લેખીએ જણાવ્યું છે કે 'જો લોકો બિનસાંપ્રદાયિક પાર્ટી ઇચ્છતા હોય તો કોંગ્રેસે અલવિદા કહેવી પડશે. કારણ કે કોંગ્રેસ સૌથી વધારે સાંપ્રદાયિક પાર્ટી છે.'
ઉલ્લેખનીય છે કે આગામી 7 એપ્રિલથી 12 મે, 2014 દરમિયાન 9 તબક્કામાં સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ માટે દેશની મુખ્ય રાજકીય પાર્ટીઓ વિવિધ રાજ્યોમાં ચૂંટણી સભા ગજવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
