272થી ઓછી સીટો એનડીએને મળી તો વિપક્ષ પાસે છે સિક્રેટ પ્લાન
વિપક્ષી દળ એ અંગેની યોજના બનાવી રહ્યા છે કે આવી સ્થિતિમાં વહેલી તકે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવે.
લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણાની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. તમામ રાજકીય પક્ષો પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે પરિણામો પહેલા તમામ એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનીમાં એનડીએને પૂર્ણ બહુમત મળતો દેખાઈ રહ્યો છે પરંતુ વિપક્ષને ભરોસો છે કે પરિણામો એક્ઝીટ પોલના આંકડાથી અલગ હશે. આ જ કારણ છે કે તમામ વિપક્ષી દળ સતત એક થઈને સરકાર બનાવવાની સંભાવના તપાસી રહ્યા છે. બહુમતના આંકડા માટે કુલ 272 સીટોની જરૂર છે એવામાં જો એનડીએ બહુમતના આંકડાથી દૂર રહેશે તો વિપક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં બિલકુલ વિલંબ કરવાના મૂડમાં નથી. વિપક્ષી દળ એ અંગેની યોજના બનાવી રહ્યા છે કે આવી સ્થિતિમાં વહેલી તકે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવે.

રણનીતિ માટે મહત્વની બેઠક
હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર ગયા અઠવાડિયે વરિષ્ઠ કોંગ્રેસ નેતા જેમાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શામેલ થયા હતા તેમાં પરિણામોના દિવસની રણનીતિ બનાવવામાં આવી હતી. આ બેઠકમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટે, અભિષેક મનુ સિંઘવી વચ્ચે મેરેથોન બેઠક થઈ હતી. આ બેઠક રાહુલ ગાંધીના નિવાસસ્થાને થઈ હતી. આ આખી બેઠકથી વાકેફ બે વરિષ્ઠ નેતાઓએ આ અંગેની માહિતી આપી. બેઠક દરમિયાન અમુક ડ્રાફ્ટ પર પણ ચર્ચા કરવામાં આવી જે પાર્ટીની લીગલ ટીમે તૈયાર કર્યો છે જેમાં અભિષેક મનુ સિંઘવી શામેલ છે. આમાં એ વાત પર ચર્ચા છે કે કેવી રીતે અલગ અલગ પક્ષો એનડીએને પોતાનું સમર્થન આપી શકે છે.

વહેલી તકે રજૂ કરશે દાવો
એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ જણાવ્યુ કે જો લોકસભામાં કોઈ પણ પક્ષને બહુમત નહિ મળે તો અમારે વહેલી તકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવી જોઈએ જેનાથી અમે સરકાર બનાવવાની તક ગુમાવી ન દઈએ. એનડીએને બહુમત ન મળવાની સ્થિતિમાં અમે કર્ણાટકની જેમ સરકાર બનાવવાનો દાવો રજૂ કરીશુ. જો કે આ વિશે અંતિમ નિર્ણય યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી લેશે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસે બહુ ઓછા સમયમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો હતો. કોંગ્રેસ પાસે જેડીએસની તુલનામાં ઘણી વધુ સીટો હોવા છતાં પાર્ટીએ મુખ્યમંત્રીની ખુરશી જેડીએસને આપીને મોટો દાવ ખેલ્યો હતો.

બધા વિકલ્પ પર ચર્ચા
સાધારણ સ્થિતિમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજકીય દળ એ વાતની રાહ જુએ છે કે રાષ્ટ્રપતિ સૌથી મોટા પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે પરંતુ આ વખતે કોંગ્રેસ ભાજપ સામે નવી રણનીતિ તૈયાર કરી રહી છે જેનાથી જો એનડીએને પૂર્ણ બહુમત ન મળે તો સરકાર બનાવવાની તક ગુમાવી ના દે. આ વખતે કોંગ્રેસ સરકાર બનાવવાના કોઈ પણ કાયદાકીય વિકલ્પને છોડવા નથી ઈચ્છતી જેના માટે પાર્ટીની અંદર રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિનો અધિકાર
તમને જણાવી દઈએ કે ભારતીય બંધારણ અનુસાર રાષ્ટ્રપતે એ અધિકાર હોય છે કે તે કોઈ પક્ષ કે પક્ષોના સમૂહને સ્થિર સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે. સૌથી મોટા પક્ષને અન્ય પક્ષોની તુલનામાં પહેલા આમંત્રણ આપવામાં આવે છે. 2004માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ હતુ. તે સમયે કોંગ્રેસના પક્ષમાં માત્ર 145 સીટો હતી જ્યારે ભાજપે 138 સીટો પર જીત મેળવી હતી. સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ કોંગ્રેસે તમામ પક્ષો સાથે ગઠબંધન કરીને સરકારની રચના કરી હતી.

સ્થાનિક પક્ષો સાથે ચર્ચા
માહિતી અનુસાર કોંગ્રેસે આ રણનીતિ પર પહેલેથી જ તમામ સ્થાનિક પક્ષો સાથે ચર્ચા કરી લીધી છે. જેમાં મુખ્ય રીતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, સીપીઆઈ નેતા સીતારામ યેચુરી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી શામેલ છે. વળી, કોંગ્રેસ નેતાનું કહેવુ છે કે યેચુરી આ પક્ષમાં નથી કે બધા વિપક્ષી દળોએ સરકાર બનાવવાના દાવા પર એક સાથે હસ્તાક્ષર કરવા જોઈએ કારણકે આપ, ટીઆરએસ અને બીજેડી આમ કરવામાં સહજ નહિ રહે. યેચુરીનું કહેવુ છે કે અમે બધા આ વખતે એક સાથે મળીને ભાજપને સત્તામાંથી બહાર કરવા માટે લડી રહ્યા છે. પરિણામ આવ્યા બાદ સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
