દલિત બાળકોની પિટાઈનો વીડિયો શેર કરીને રાહુલે ભાજપ પર સાધ્યુ નિશાન
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મહારાષ્ટ્રના કેટલાક દલિત બાળકોની પિટાઈનો વીડિયો શેર કર્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મહારાષ્ટ્રના કેટલાક દલિત બાળકોની પિટાઈનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે તેમણે ટ્વિટમાં લખ્યુ છે કે, "મહારાષ્ટ્રના આ દલિત બાળકોનો અપરાધ એટલો હતો કે તે એક 'સવર્ણ' ના કૂવામાં નહાતા હતા. આજે માનવતા પણ છેલ્લા તણખલાના સહારે પોતાની અસ્મિતા બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. આરએસએસ-ભાજબની મનુવાદની નફરતની ઝેરી રાજનીતિ સામે આપણે જો અવાજ ના ઉઠાવ્યો તો ઈતિહાસ આપણને ક્યારેય માફ નહિ કરે." રાહુલ ગાંધીએ આ ટ્વિટ દ્વારા સીધી રીતે ભાજપ અને આરએસએસને ઘેરવાની કોશિશ કરી છે.

રાહુલ ગાંધીએ શુક્રવારે લગભગ 12.33 કલાકે એક વીડિયો પોતાના ટ્વિટર એકાઇન્ટ પર શેર કર્યો. વીડિયોમા દેખાય છે કે કેટલાક બાળકોને એક વ્યક્તિ બેલ્ટથી મારી રહ્યુ છે. બે બાળકોના શરીર પર એક પણ કપડુ નથી. આ દરમિયાન બાળકો કરગરી રહ્યા છે અને પોતાને બચાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ પિટાઈ કરવાવાળો વ્યક્તિ માનતો દેખાતો નથી. પહેલા બેલ્ટથી પછી ડંડાથી લઈને બાળકોને મારવા આવે છે. રાહુલ ગાંધીએ આ વીડિયો સાથે ટ્વિટમાં એ પણ જણાવ્યુ છે કે જે બાળકોની પિટાઈ થઈ રહી છે તે મહારાષ્ટ્રના દલિત બાળકો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં બતાવ્યુ કે, "મહારાષ્ટ્રના આ દલિત બાળકોનો અપરાધ માત્ર એટલો હતો કે એક 'સવર્ણ' ના કૂવામાં નહી રહ્યા હતા. આજે માનવતા પણ છેલ્લા તણખલાંના સહારે પોતાની અસ્મિતા બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આરએસએસ-ભાજપ મનુવાદની નફરતની ઝેરી રાજનીતી સામે જો આપણે અવાજ નહિ ઉઠાવીએ તો ઈતિહાસ આપણને ક્યારેય માફ નહિ કરે."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
