હવે લોકશાહી મુદ્દે વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાની તૈયારીમાં કોંગ્રેસ, રાહુલ ગાંધી ફરી અમેરિકા જશે
ભારતમાં લોકશાહીને લઈને કેન્દ્ર સરકારના વલણથી તમામ વિપક્ષી પાર્ટીઓ નારાજ છે. સરકારના તાનાશાહી વલણ સામે કોંગ્રેસ સહિત તમામ પાર્ટીના નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધી વિદેશમાં નરેન્દ્ર મોદીને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકા જઈ રહ્યા અને અહીં વ્હાઈટ હાઉસમાં તેમના સન્માનમાં ડિનરનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે હવે રાહુલ ગાંધી આ પહેલા અમેરિકા જઈ શકે છે.

અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી 4 જૂને અમેરિકામાં એક મોટી રેલી યોજી શકે છે. રાહુલ ગાંધી ન્યૂયોર્ક સ્ટેટના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં રેલી કરશે. રાહુલ ગાંધીનો અમેરિકા પ્રવાસ 31 મેથી શરૂ થઈ રહ્યો છે અને 10 દિવસનો રહેશે. આ દરમિયાન રાહુલ ગાંધી અમેરિકામાં અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે.
સમાચારોને સાચા માનીએ તો, વડાપ્રધાન મોદી જૂન મહિનામાં અમેરિકા જશે ત્યારે રાહુલ ગાંધી પણ તે પહેલા અમેરિકામાં જઈ રહ્યા છે. હવે કોંગ્રેસ પીએમ મોદીને લોકશાહીને લઈને વિદેશી ધરતી પર ઘેરવાનો પ્રયાસ કરશે.
રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ મુદ્દેઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી વાસ્તવિક લોકશાહીના સામાન્ય વિચારો શેર કરવાના ઉદ્દેશ્ય સાથે જૂનમાં યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત દરમિયાન જાહેર સભાઓને સંબોધિત કરવાની અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાની યોજના ધરાવે છે.
અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યુયોર્કની મુલાકાત લેવાના છે. અહીં રાહુલ ભારતીય અમેરિકનોની બે જાહેર સભાઓને સંબોધશે. આ ઉપરાંત તે કેપિટોલ હિલ પર સાંસદો અને થિંક ટેન્કના સભ્યો સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને વોલ સ્ટ્રીટના અધિકારીઓ સાથે પણ મળવાનું આયોજન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
