કોંગ્રેસમાં મોટા ફેરબદલઃ ચિદમ્બરમ, થરૂર અને સલમાનને બનાવ્યા પ્રવક્તા
નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને મંગળવારે પોતાના પ્રવક્તાઓની સંખ્યાનો વિસ્તાર કર્યો છે. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રીઓ પી ચિદમ્બરમ અને સલમાન ખુર્શિદને વરિષ્ઠ પ્રવક્તા, જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી શશિ થરૂરને પ્રવક્તા નિયુક્ત કર્યા છે. એક અધિકૃત જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, પાર્ટીએ પાંચ વરિષ્ઠ પ્રવક્તા અને 13 પ્રવક્તાઓની નિયુક્તિ કરી છે. અધિકૃત વક્તવ્યમાં કહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નિયુક્તિઓએ પોતાની મંજૂરી આપી દીધી છે.

પાર્ટીએ મંગળવારે આ ઉપરાંત 24 મીડિયા પ્રભારીઓની નિયુક્તિ પણ કરી. આ ઉપરાંત 30 અન્ય પ્રભારીઓને રાષ્ટ્રીય મીડિયામાં રાજ્યો સંબંધિત મુદ્દાઓ પર પાર્ટીનો પક્ષ રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ પ્રવક્તાઓમાં કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, સલમાન ખુર્શિદ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા ઉપરાંત કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિક સામેલ છે. પ્રવક્તાઓમાં શશિ થરૂર અને સિંઘવી ઉપરાંત જ્યતિરાદિત્ય સિંધિયા, પીસી ચાકો, રાજ બબ્બર, રણદીપ સુરજેવાલા, રીતા બહુગુણા જોશી, સંદીપ દીક્ષિત, સંજય ઝા, સત્યવ્રત ચતુર્વેદી, શકીલ અહમદ, શક્તિ સિંહ ગોહિલ અને શોભા ઓઝા સામેલ છે.
પાર્ટીમાં આ પહેલા પાંચ પ્રવક્તા હતા. મીડિયા પ્રભારીઓમાં સુચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી સહિત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આરપીએન સિંહ અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ શુક્લ પણ સામેલ છે. અન્ય મીડિયા પ્રભારીઓમાં અખિલેશ પ્રતાપ સિંહ, અનંત ગાડગિલ, અશોક તંવર, બાલચંદ્ર મુંગેકર, બ્રિજેશ કાલપ્પા, ચંદન યાદવ, સીઆર કેશવન, દીપક અમીન, દિપેન્દર હુડા, કૃષ્ણા બાયરે ગૌડા, મીમ અફઝલ, મિનાક્ષી નટરાજન, મુકેશ નાયક, નદીમ જાવેદ, પીએલ પુનિયા, પ્રેમ ચંદ્ર મિશ્રા, પ્રિયંકા ચતુર્વેદી, રાગિણી નાયક, રાજીવ ગૌડા અને સલમાન સોજ તથા સંજય નિરુપમ સામેલ છે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે, કોગ્રેસ વિભિન્ન મીડિયા થકી લોકોની વચ્ચે પોતાની પહોચં વધારવામાં ઇચ્છુક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
