સોનિયા ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો રેલવેના ખાનગીકરણનો મુદ્દો, ‘દેશના મજૂરોનું ભવિષ્ય અંધકારમય'

યુપીએના ચેરપર્સન અને રાયબરેલી સાંસદ સોનિયા ગાંધીએ મંગળવારે સંસદમાં રેલવેના ખાનગીકરણ અને રાયબરેલીના રેલ કોચ ફેક્ટરીનો મુદ્દો ઉઠાવ્યો.

યુપીએના ચેરપર્સન અને રાયબરેલી સાંસદ સોનિયા ગાંધીએ મંગળવારે સંસદમાં રેલવેના ખાનગીકરણ અને રાયબરેલીના રેલ કોચ ફેક્ટરીનો મુદ્દો ઉઠાવ્યો. સોનિયા ગાંધીએ કહ્યુ કે જે રીતે આ સરકાર રેલવેને ખાનગી હાથમાં સોંપવાની તૈયારી કરી રહી છે તે યોગ્ય નથી. આનાથી દેશના મજૂર વર્ગ માટે ભારે સંકટ ઉભુ થઈ જશે. ગાંધીએ કહ્યુ કે અલગ રેલવે બજેટની પરંપરા આ સરકારે ખતમ કરી જે બિલકુલ યોગ્ય નથી.

sonia gandhi

સોનિયા ગાંધીએ લોકસભામાં કહ્યુ કે રેલવેનું ખાનગીકરણ થઈ રહ્યુ છે, દેશના રેલ કારખાનાને ખાનગી હાથમાં સોંપવામાં આવી રહ્યા છે. સરકાર અમુક ખાસ ઉદ્યોગપતિઓના ફાયદા માટે આ પગલુ ઉઠાવી રહી છે. આનાથી મજૂરોનું ભવિષ્ય સંકટમાં છે. ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીના રેલ કોચ ફેક્ટરીનો મુદ્દો પણ સંસદમાં ઉઠાવ્યો. આમાં સતત વિલંબ થવા પર તેમણે સવાલ કર્યા.

અસમમાં તિનસુકિયા જિલ્લાના આરક્ષિત વનમાં કોલસા ખાણની ગેરકાયદેસર ખોદકામ વિશે કોંગ્રેસ સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ લોકસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ આપી છે. પંજાબથી કોંગ્રેસ સાંસદ રવનીત સિંહે ઉપજ વધારવા માટે કીટનાશકોના ઉપયોગથી થઈ રહેલ કેન્સર મામલે કહ્યુ કે આનાથી પંજાબમાં કેન્સરના કેસો વધી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X