લોકસભામાં રાહુલ ગાંધીનો પીએમ મોદી પર આકરો વાર, પૂછ્યુ - '700 ખેડૂત શહીદ થયા, તમે માફી માંગી?'

પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોના મોતનો મુદ્દે ઉઠાવ્યો. જાણો શું કહ્યુ.

નવી દિલ્લીઃ વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી ચાલુ છે. મંગળવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદને સંબોધિત કરી. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોના મોતનો મુદ્દે ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને પૂછ્યુ કે ખેડૂત આંદોલનમાં લગભગ 700 ખેડૂતો શહીદ થયા. પ્રધાનમંત્રીએ દેશ અને ખેડૂતોની માફી માંગી? કૃષિ મંત્રી પાસે તો ખેડૂતોના મોતનો આંકડો પણ નથી.

rahul gandhi

ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલન દરમિયાન કુલ ખેડૂતોના મોતનો આંકડો પૂછવા પર કહ્યુ હતુ કે સરકાર પાસે આવો કોઈ આંકડો નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે કેટલા ખેડૂતોના મોત થયા, સરકાર પાસે એ વિશે માહિતી નથી. વળી, ખેડૂત સંગઠનોનો દાવો છે કે ગયા વર્ષથી ચાલી રહેલ આંદોલનમાં 700 ખેડૂતોના મોત થયા છે. વિપક્ષ પણ આ આંકડાના આધારે કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસે પહેલા પણ સવાલ ઉઠાવ્યા હતા કે કેન્દ્રની પાસે ખેડૂતોનો આંકડો નથી તો કોરોના મૃતકોનો આંકડો ક્યાંથી આવ્યો?

મંગળવારે લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'ખેડૂત આંદોલનમાં લગભગ 700 ખેડૂતો શહીદ થયા, પ્રધાનમંત્રીએ દેશ અને ખેડૂતોની માફી માંગી? 30 નવેમ્બરે કૃષિ મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ખેડૂત આંદોલનમાં કેટલા ખેડૂતો શહીદ થયા. ત્યારે કૃષિ મંત્રીએ કહ્યુ કે તેમની પાસે કોઈ આંકડો નથી. અમે તપાસ કરી કે પંજાબની સરકારે લગભગ 400 ખેડૂતોને 5 લાખ રૂપિયાનુ વળતર આપ્યુ અને તેમાંથી 152 ખેડૂતોને રોજગાર આપ્યુ. અમે હરિયાણાના 70 ખેડૂતોની પણ સૂચિ બનાવી છે. હું ઈચ્છુ છુ કે તેમને હક પૂરો હોવો જોઈએ અને તેમને વળતર અને રોજગાર મળવુ જોઈએ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X