કોંગ્રેસ ધારાસભ્યએ સંસદમાં સ્પીકરને આપી ‘ફ્લાઈંગ કિસ', જાણો સમગ્ર મામલો
ઓડિશા વિધાનસભામાં સંસદની ચાલુ કાર્યવાહીમાં અચાનક ધારાસભ્યોના ઠહાકા ગુંજવા લાગ્યા. વિધાનસભા સ્પીકર પણ પોતાને હસતા રોકી ન શક્યા.
ઓડિશા વિધાનસભામાં સંસદની ચાલુ કાર્યવાહીમાં અચાનક ધારાસભ્યોના ઠહાકા ગુંજવા લાગ્યા. વિધાનસભા સ્પીકર પણ પોતાને હસતા રોકી ન શક્યા. વાસ્તવમાં કોંગ્રેસ ધારાસભ્ય તારાપ્રસાદ વાહિનીપતિએ વિધાનસભા અધ્યક્ષ એસએન પાત્રોને ફ્લાઈંગ કિસ આપી ત્યારબાદ વિધાનસભામાં હાજર સભ્યો જોરજોરથી ઠહાકા મારવા લાગ્યા.

પોતાના મત વિસ્તારના મુદ્દાઓને ઉઠાવવાની અનુમતિ મળ્યા બાદ કોંગ્રેસ ધારાસભ્યએ અધ્યક્ષ એસએન પાત્રોને ફ્લાઈંગ કિસ આપી. જો કે તેમણે સ્પષ્ટ કર્યુ કે આ કિસ તેમણે વિધાનસભા સ્પીકરનુ અપમાન કરવા માટે નહિ પરંતુ તેમના પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરવા માટેઆપી છે. તેમણે કહ્યુ કે તેમનો ઈરાદો પાત્રોનુ અપમાન કરવાનો નહોતો. તેમણે અધ્યક્ષનો આભાર વ્યક્ત કરવા માટે આવુ કર્યુ. વાસ્તવમાં તારાપ્રસાદ પહેલા એવા સભ્ય હતા જેમને સવાલ પૂછવા માટે કહેવામાં આવ્યુ. જેના પર ખુશી દર્શાવતા તેમણે સ્પીકર પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરવા માટે ફ્લાઈંગ કિસ કરી.
સંસદની કાર્યવાહી ખતમ થયા બાદ તેમણે પત્રકારો સામે એ સ્પષ્ટ પણ કર્યુ કે હું અધ્યક્ષનો આભાર માનવા ઈચ્છુ છુ. ફ્લાઈંગ કિસ તેમના માટે મારો આભાર હતો. તેમણે મને મારા મતવિસ્તારના મુદ્દાઓ ઉઠાવવાનો મોકો આપ્યો. 147 સભ્યોમાંથી મને પહેલા મોકો મળ્યો જેના માટે હું અધ્યક્ષનો આભારી છુ.












Click it and Unblock the Notifications
