Congress : મલ્લિકાર્જુન ખરગે એ PM મોદીને લખ્યો પત્ર, જાતિ આધારિત વસ્તીગણતરીની માંગ
Congress : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એક વિશેષ માંગ કરી છે. તેમણે સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે.
મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો કે, વર્ષ 2021માં નિયમિત દશવાર્ષિક વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ તે થઈ નથી. અમે માંગ કરીએ છીએ કે, આ તાત્કાલિક કરવામાં આવે અને વ્યાપક જાતિ ગણતરીને તેનો અભિન્ન ભાગ બનાવવામાં આવે.

તેમણે આગળ લખ્યું કે, મને શંકા છે કે જાતિની વસ્તી ગણતરીની ગેરહાજરીમાં સામાજિક ન્યાય કાર્યક્રમો માટેનો ડેટા અપુરતો છે.
જેટલી વસ્તી એટલા વધારે અધિકારો
જયરામ રમેશે પણ આ પત્ર ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું છે કે, જેટલી વસ્તી એટલા વધારે અધિકારો. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાનને પત્ર લખીને માંગણી કરી છે કે, 2021ની દશવાર્ષિક વસ્તી ગણતરી વહેલી તકે હાથ ધરવામાં આવે. આ સાથે જાતિ ગણતરીને પણ તેનો અભિન્ન ભાગ બનાવવાની માંગણી કરવામાં આવી છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે, આનાથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મજબૂત થશે.
2021 में नियमित दस वर्षीय जनगणना की जानी थी लेकिन यह नहीं हो पाई है।
— Mallikarjun Kharge (@kharge) April 17, 2023
हम मांग करते हैं कि इसे तत्काल किया जाए और व्यापक जाति जनगणना को इसका अभिन्न अंग बनाया जाए।
मुझे आशंका है कि जातिगत जनगणना के अभाव में सामाजिक न्याय के कार्यक्रमों के लिए डेटा अधूरा है।
PM को मेरा पत्र - pic.twitter.com/f8iX9miSKr
પત્રમાં બીજું શું છે?
કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ વતી હું ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરવા માટે પત્ર લખી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે, મારા સાથીદારો અને મેં પોતે બંને ગૃહોમાં આ માંગ ઘણી વખત ઉઠાવી છે. તેની સાથે અન્ય ઘણા વિપક્ષી નેતાઓએ પણ આની માંગણી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
