કોંગ્રેસે પ્રમોદ તિવારીને બનાવ્યા રાજ્યસભામાં ઉપનેતા, રજની પાટિલને પણ મળી મોટી જવાબદારી
રાજ્યસભામાં કોંગ્રેસે પ્રમોદ તિવારીને ઉપનેતા બનાવ્યા છે જ્યારે રજની પાટીલને વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોંગ્રેસે પ્રમોદ તિવારીને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે રજની પાટીલને વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કોંગ્રેસે શનિવારે રાજ્યસભામાં પ્રમોદ તિવારીની ઉપનેતા તરીકે અને રજની પાટિલની વ્હીપ તરીકે નિમણૂકને મંજૂરી આપી હતી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોમ્યુનિકેશન્સના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રમોદ તિવારીની રાજ્યસભાના ઉપનેતા તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે, જ્યારે રજની પાટિલને વ્હીપ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂંકો અંગે રાજ્યસભાના અધ્યક્ષને જાણ કરવામાં આવી છે.
Chairperson of the Congress Parliamentary Party, Smt. Sonia Gandhi, has approved the appointments of Shri Pramod Tiwari as Deputy Leader & Smt. Rajani Patil as Whip of the Congress Party in the Rajya Sabha. The Chairman of the Rajya Sabha has been informed of these appointments.
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 11, 2023
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ અધ્યક્ષે આનંદ શર્માની નિવૃત્તિ અને રાજીવ સાતવના નિધન બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે નિમણૂકો કરી છે. આ નિમણૂંકો અંગેનો પત્ર રાજ્યસભાના અધ્યક્ષને મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રમોદ તિવારી ત્રણ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે, જ્યારે રજની પાટીલને મહારાષ્ટ્રમાંથી બીજી વખત રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
