Lok Sabha elections 2024: 'કોંગ્રેસમાં એક-બે નહિ પાંચ-પાંચ પાવર સેન્ટર', સંજય નિરુપમે ખોલી દીધા બધાના કાંડ
Lok Sabha elections 2024: કોંગ્રેસે પાર્ટીના જાણીતા ઉત્તર ભારતીય ચહેરા સંજય નિરુપમને મહારાષ્ટ્રમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટી વિરોધી પ્રવૃતિઓમાં સામેલ થવાના કારણે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પોતે જ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેઓ પોતે પાર્ટી છોડી ચૂક્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કર્યો છે કે તેમના રાજીનામા બાદ પાર્ટીએ તેમને હાંકી કાઢવાનો ઠરાવ પસાર કર્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સંજય નિરુપમ પાર્ટી વિરુદ્ધ નિવેદન આપી રહ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસે સંજયને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દીધા હતા.

સંજય નિરુપમે X પર તેમના રાજીનામા પત્રની નકલ પણ શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું છે - એવું લાગે છે કે, ગઈકાલે રાત્રે પાર્ટીને મારું રાજીનામું મળ્યા પછી તરત જ તેમણે મારી હકાલપટ્ટીનો નિર્ણય કર્યો. આટલી તત્પરતા જોઈને આનંદ થયો.
સંજય નિરુપમ ગુરુવારે મીડિયા સમક્ષ હાજર થયા હતા. તેમણે કહ્યું કે પહેલા કોંગ્રેસમાં એક પાવર સેન્ટર હતું અને તેની પાસે કૉકસ હતું જેની સામે બાકીના લડતા હતા. હાલમાં કોંગ્રેસ પાર્ટીમાં 5 પાવર સેન્ટર છે. આ પાંચે પાવર સેન્ટરના પાંચ કૉકસ છે, દરેકની પોતાની લૉબી છે જે એકબીજા સાથે ટકરાયા કરે છે.
સંજય નિરુપમે કહ્યું કે આ પાંચ પાવર સેન્ટરમાંથી પહેલું પાવર સેન્ટર સોનિયા ગાંધીનું છે. બીજુ પાવર સેન્ટર રાહુલ ગાંધીનું છે. ત્રીજુ કેન્દ્ર બહેન (પ્રિયંકા ગાંધી)નું છે. ચોથું પાવર સેન્ટર અધ્યક્ષ મહોદયનુ છે. ત્યાં તો એવા-એવા લોકો છે જેમનો કોઈ રાજકીય આધાર પણ નથી. તેઓ અચાનક શક્તિશાળી બની ગયા છે. સંજય નિરુપમે વધુમાં કહ્યું કે આ સિવાય છેલ્લું પાવર સેન્ટર AICC જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલનું છે. તેઓ તેમની રાજનીતિ પણ પોતાની રીતે કરે છે. આ સત્તા કેન્દ્રોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પાર્ટીને આ નુકસાન થયું છે.
આ પહેલા બુધવારે મળેલી કોંગ્રેસની બેઠકમાં મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પાર્ટી હાઈકમાન્ડની સહમતિથી હવે આને મંજૂરી આપવામાં આવી છે. 31 માર્ચે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આમાં સંજય નિરુપમનું નામ પણ હતું. પરંતુ 3 એપ્રિલે તેને આ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું કે તેમનું નામ (સંજય નિરુપમ) સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ હતુ. અમે તેને હટાવી દીધુ છે. જે રીતે તેમના નિવેદનો આવી રહ્યા છે તે પાર્ટી વિરોધી છે. સંજય નિરુપમ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ શિવસેના યુબીટીએ અમોલ કીર્તિકરને અહીંથી પોતાના ઉમેદવાર બનાવ્યા, જેના કારણે નિરુપમ નારાજ થઈ ગયા. સંજય નિરુપમ અહીંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ ખુદ તેમને અહીંથી ટિકિટ આપવાની ખાતરી આપી હતી.
સંજય નિરુપમે અગાઉ પણ શિવસેનાની યુબીટીની બેઠકોની વહેંચણીમાં કોંગ્રેસ પર હાવી થવાની ટીકા કરી હતી. એવી અટકળો છે કે સંજય ભાજપમાં જોડાઈ શકે છે. એવી પણ ચર્ચા છે કે જો શિવસેના સાથે તેમની ડીલ ફાઈનલ થઈ જાય તો તેઓ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકર સામે ચૂંટણી લડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
