શ્રીરામનો નારો લગાવીને દેશના લોકોને ગુમરાહ કરે છે એ રાક્ષસ છેઃ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી
સલમાન ખુરશીદ બાદ હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ 'જય શ્રીરામ'ના નારા વિશે એક નિવેદન આપ્યુ છે.
સંભલઃ સલમાન ખુરશીદ બાદ હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ 'જય શ્રીરામ'ના નારા વિશે એક નિવેદન આપ્યુ છે જેમાં તેમણે કોઈનુ નામ લીધા વિના ભાજપ પર આકરો હુમલો કર્યો છે. રાશિદ અલ્વીએ કહ્યુ કે આજકાલ અમુક લોકો 'જય શ્રીરામ'નો નારો લગાવીને દેશના લોકોને ગુમરાહ કરી રહ્યા છે. આવા લોકોથી બચીને રહેવુ જોઈએ. તેમણે કહ્યુ કે આજે પણ ઘણા લોકો 'જય શ્રીરામ'નો નારો લગાવે છે, તે બધા મુનિ નથી તે નિશાચર ઘોરા એટલે કે (રાક્ષસ) છે.

સંભલમાં આયોજિત એક સભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ, 'આજકાલ અમુક લોકો 'જય શ્રીરામ'નો નારો લગાવીને લોકોને ગુમરાહ કરે છે. આવા લોકોથી સંભાળીને રહેવુ જોઈએ. આજે જે 'જય શ્રીરામ' બોલે છે, તે નહાયા વિના બોલે છે. આજે પણ ઘણા લોકો 'જય શ્રીરામ'નો નારો લગાવે છે, તે બધુ મુનિ નથી, તે નિશાચર ઘોરા એટલે કે(રાક્ષસ) છે.'
આ નિવેદન પહેલા રાશિદ અલ્વીએ રામાયણના એ પ્રસંગનો ઉલ્લેખ કર્યો જ્યારે સંજીવની જડીબૂટી લેવા માટે હનુમાનજી હિમાલય જઈ રહ્યા હતા. એ વખતે રાક્ષસ નીચે બેસીને 'જય શ્રીરામ'નો નારો લગાવતા હતા. 'જય શ્રીરામ'નો નારો સાંભળીને હનુમાનજી નીચે ઉતરી આવ્યા હતા. રાક્ષસે હનુમાનજીનો કિંમતી સમય ખરાબ કરવા માટે 'જય શ્રીરામ'નો નારા લગાવતા પહેલા સ્નાન કરવા માટે મોકલી દીધા હતા ત્યારે અપ્સરાએ હનુમાનજીને જણાવ્યુ કે તમને સ્નાન કરવા મોકલનારા કોઈ મુનિ નહિ પરંતુ ઘોર રાક્ષસ છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે બધાએ સમજવુ જોઈએ કે 'જય શ્રીરામ'નો નારો લગાવનારા કોઈ મુનિ નથી પરંતુ એ રાક્ષસ છે જેમનાથી આપણે સંભાળીને રહેવાનુ છે. વળી, ભાજપના નેતા અમિત માલવીય, ઉમરાવ સહિત ઘણા લોકોએ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીના 10 સેકન્ડનો વીડિયો શેર કરીને રાશિદ અલ્વી પર હિંદુ વિરોધી નિવેદનબાજી કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ લખ્યુ, 'સલમાન ખુરશીદ બાદ હવે કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી જય શ્રી રામ કહેનારાને નિશાચર(રાક્ષસ) ગણાવે છે. રામ ભક્તો પ્રત્યે કોંગ્રેસના વિચારોમાં કેટલુ ઝેર ભળેલુ છે.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
