કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે આપ્યુ વિવાદિત નિવેદન, ગધેડા સાથે કરી પીએમ મોદીની તુલના
Kanhaiya Kumar Controversial Statement: વિપક્ષી પાર્ટીઓએ 2024માં પીએમ મોદીને સત્તા પરથી હટાવવાની યોજના શરૂ કરી દીધી છે, જે અંતર્ગત 26 પાર્ટીઓએ મળીને એક નવું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઇન્ડિયા) બનાવ્યું છે.
હાલમાં જ પીએમ મોદીએ આના પર નિશાન સાધ્યું હતું. જેના પર કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે પલટવાર કર્યો, સાથે જ પીએમ પર વિવાદિત નિવેદન આપ્યું.

કન્હૈયા કુમારે કહ્યું કે પીએમ મોદી કહે છે કે પીએફઆઈના નામમાં પણ ઈન્ડિયા છે. આનો અર્થ એ કે ગધેડાને ચાર પગ હોય છે અને કૂતરાને પણ ચાર પગ હોય છે એટલે બધા ગધેડા કૂતરા છે. જો હું આ લૉજિક લાગુ કરું તો હું કહી શકું કે પીએમ મોદીને બે આંખો છે અને ગધેડાને પણ બે આંખો છે.
તેમણે વધુમાં કહ્યું કે આજે આપણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં ઉભા છીએ. સંસ્થાઓની વાત તો છોડો, વ્યક્તિઓને પણ બોલવાની સ્વતંત્રતા નથી. કન્હૈયા કુમારે કહ્યું કે જે પોતાની પત્નીની જવાબદારી ના લઈ શક્યો તે દેશની જવાબદારી લઈ રહ્યો છે.
Kanhaiya Kumar’s reply as per Modi’s reasoning:—
— Shantanu (@shaandelhite) July 28, 2023
Donkey has 2 eyes, Modi has 2 eyes also. So, is Modi a donk..? pic.twitter.com/63DfD2ZB6V
તમને જણાવી દઈએ કે હાલમાં જ ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતુ કે વિપક્ષે તેના ગઠબંધનનું નામ INDIA રાખ્યું છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)માં પણ ઈન્ડિયા શબ્દ છે. આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનમાં પણ ઈન્ડિયા છે.
પીએમએ વધુમાં કહ્યું કે વિપક્ષનું આચરણ દર્શાવે છે કે તે હતાશ અને નિરાશ છે. આવી સ્થિતિમાં એ લોકો વિપક્ષમાં જ રહેશે તેવું લાગી રહ્યું છે. 2024માં ભાજપ ફરી સત્તામાં આવી રહ્યું છે અને દેશ પ્રગતિના પંથે આગળ વધશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
