યેદિયુરપ્પા સરકાર પર સુપ્રિમ કોર્ટમાં થયેલી સુનાવણીની 10 મોટી વાતો
કર્ણાટકમાં સત્તાનો સંગ્રામ બહુ જ રોમાંચક દોરમાં પહોંચી ગયો છે. યેદિયુરપ્પાના શપથને સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસે ચેલેન્જ કર્યુ હતુ. જે અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
કર્ણાટકમાં સત્તાનો સંગ્રામ બહુ જ રોમાંચક દોરમાં પહોંચી ગયો છે. યેદિયુરપ્પાના શપથને સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસે ચેલેન્જ કર્યુ હતુ. જે અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ભાજપનો પક્ષ રાખી રહેલા મુકુલ રોહતગીએ ત્રણ જજોની બેંચને તે 2 ચિઠ્ઠીઓ સોંપી જે યેદિયુરપ્પાએ રાજ્યપાલને આપી હતી.
1. કોર્ટમાં ભાજપનો પક્ષ રાખતા વકીલ રોહતગીએ કહ્યુ કે યેદિયુરપ્પાને રાજ્યપાલને ધારાસભ્યોના નામ આપવાની જરૂર નહોતી કારણકે તે સદનમાં બહુમત સાબિત કરવા માટે તૈયાર છે. મુકુલ રોહતગીએ સુપ્રિમ કોર્ટ સામે બોમ્બે જજમેન્ટનું ઉદાહરણ આપ્યુ.

આ એક નંબર ગેમ છે અને રાજ્યપાલે એ જોવાનું રહેશે
2. મુકુલ રોહતગીએ કહ્યુ કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્ય સપોર્ટ કરશે અને આ સ્ટેન્ડ પર તેઓ કંઈ કહેવા નથી ઈચ્છતા. વળી, મુકુલ રોહતગીએ એ પણ કહ્યુ કે કોંગ્રેસ અને જેડીએસના લેટરમાં ધારાસભ્યોના હસ્તાક્ષર પૂરા નથી. બીજુ કે પક્ષના કેટલાક ધારાસભ્યોએ તેમને કહ્યુ કે તેમણે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને સમર્થન આપ્યુ નથી.
3. બીજાનો પક્ષ સાંભળ્યા બાદ સુપ્રિમ કોર્ટે કહ્યુ કે આ એક નંબર ગેમ છે અને રાજ્યપાલે એ જોવાનુ રહેશે કે કયા પક્ષ પાસે બહુમત છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે પ્રી-પોલ અલાયન્સ પોસ્ટ-પોલ અલાયન્સથી અલગ છે. માટે આનું પરીક્ષણ સદનમાં ફ્લોર ટેસ્ટ દ્વારા થશે.
4. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ છે કે ભાજપ સૌથી મોટો પક્ષ છે પછી 2 વિકલ્પ બચે છે. (1) રાજ્યપાલના નિર્ણયનું પરીક્ષણ કરવામાં આવે અને (2) શનિવારે જ ફ્લોર ટેસ્ટ થાય. જસ્ટીસ સીકરીએ કહ્યુ કે ફ્લોર ટેસ્ટ થઈ જવો જોઈએ અને સદનને એ નિર્ણય કરવા દો કે કોની પાસે બહુમત છે.

કોંગ્રેસે પણ કોર્ટમાં કરી આ દલીલો
5. આના પછી કોંગ્રેસનો પક્ષ રાખવા માટે આવેલા વકીલ મનુ સંઘવીએ કોર્ટમાં કહ્યુ કે, સુપ્રિમ કોર્ટે એ નિર્ણય કરવાનો રહેશે કે કોને પહેલા તક મળે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને કે ભાજપને.
6. વકીલ સંઘવીએ પૂછ્યુ કે રાજ્યપાલ એવુ કેવી રીતે વિચારી શકે કે ભાજપ બહુમત સાબિત કરી શકે છે જ્યારે જેડીએસ-કોંગ્રેસ પાસે પહેલેથી બહુમત છે. સિંઘવીએ દાવો કર્યો કે કોંગ્રેસ શનિવારે કોઈની પણ રાહ જોયા વિના ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે.
7. સિંઘવીએ કહ્યુ કે ધારાસભ્યો ડર્યા વિના વોટ કરી શકે તે માટે પૂરી સુરક્ષા અને વીડિયોગ્રાફી થવી જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે તે ડીજીપીને આદેશ આપશે જેથી શનિવારે ફ્લોર ટેસ્ટ વ્યવસ્થિત રીતે થઈ શકે.

સુપ્રિમ કોર્ટનો નિર્ણય, કાલે જ સાબિત કરો બહુમત
8. આટલુ જ નહિ કોર્ટે ભાજપને એક મોટો ઝટકો આપતાં કહ્યુ કે ફ્લોર ટેસ્ટ થવા સુધી કોઈ એંગ્લો-ઈન્ડિયન સભ્યને નોમિનેટ ન કરવામાં આવે.
9. આના પર ભાજપના વકીલે કહ્યુ કે ફ્લોર ટેસ્ટ શનિવારે ન થવો જોઈએ. આના માટે એક નિશ્ચિત સમય હોવો જોઈએ અને તે માત્ર એક દિવસ નહિ. ફ્લોર ટેસ્ટ ઓછામાં ઓછો સોમવારે થવો જોઈએ. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને રાજ્યની બહાર રાખવામાં આવ્યા છે. તેમને પણ મત આપવા માટે આવવુ પડશે માટે થોડો સમય આપવામાં આવે.
10. ત્યારબાદ સુપ્રિમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે શનિવારે જ ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
