રાહુલ ગાંધીની સજા મુદ્દે કોંગ્રેસે લોકસભામાં ચર્ચાની માંગ કરી, પત્ર લખી આ આશંકા વ્યક્ત કરી

ગૌતમ અદાણીના કથિત કૌભાંડને લઈને સતત હમલાવર રહેલી કોંગ્રેસ હવે લોકસભામાં સરકારને ઘેરવાનો એક પણ મોકો નથી છોડી રહી. અદાણી મુદ્દે હંગામા વચ્ચે હવે કોંગ્રેસે રાહુલ ગાંધીની સજાને મુદ્દો બનાવ્યો છે અને લોકસભામાં ચર્ચાની માંગ કરી છે. હાલમાં જ સુરત કોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. હવે આ મુદ્દે કોંગ્રેસ સાંસદ એઆર ચૌધરીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સજાને લઈને કાયદાકીય પાસાઓ પર ચર્ચાની માંગ કરી છે.

Rahul Gandhi

2019માં એક સભા દરમિયાન રાહુલ ગાંધીએ આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના માટે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં દોષી સાબિત થયા બાદ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટના આ આદેશને રાહુલ ગાંધીએ 3 માર્ચે સુરત સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે.

કોર્ટમાં અરજીમાં રાહુલ ગાંધીએ દલીલ કરી છે કે, હિંદુ સમાજ સિવાય મુસ્લિમ અને પારસી સમાજમાં પણ મોદી સરનેમનો ઉપયોગ થાય છે. દેશમાં 13 કરોડ મોદી છે અને તે સ્પષ્ટ છે કે તમામ 13 કરોડ લોકોને ફરિયાદ નોંધાવવાનો અધિકાર નથી. આ ઓળખી શકાય તેવા નિશ્ચિત જૂથ અથવા વ્યક્તિઓ નથી. આ અરજી પર સુનાવણી બાદ કોર્ટે તેમને 13 એપ્રિલ જામીન આપ્યા છે.

હવે કોંગ્રેસ સાંસદ એઆર ચૌધરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને રાહુલ ગાંધીને સાંસદ પદેથી અયોગ્ય ઠેરવવા પર સંસદમાં ચર્ચા કરાવવાની માંગ કરી છે. એઆર ચૌધરીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, આ હકીકત જાણવા માટે સંસદમાં ચર્ચા થવી જોઈએ કે શું આપણા નેતા રાહુલ ગાંધીજીને અસંગત સજા આપવામાં આવી છે. આ અસંગતતા સમાનતાને હાનિ પહોંચાડે છે. તેમણે કોર્ટના આદેશમાં સંસદસભ્યોને આપવામાં આવેલી વ્યવસ્થાની કાળજી ન લેવાની આશંકા વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X