નરેન્દ્ર મોદીની કિંમત 5 રૂપિયા આંકીને જાતે વેચાઇ ગઇ કોંગ્રેસ
નવીન નિગમ: આવતા મહિનાની 11 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હૈદ્રાબાદમાં જાહેર રેલી સંબોધિત કરવાના છે. આ રેલીમાં પ્રવેશ ટિકિટ 5 રૂપિયા રાખ્યા બાદ કોંગ્રેસે નરેન્દ્ર મોદીની કિંમત પણ પાંચ રૂપિયા લગાવી દિધી છે. પરંતુ તેને ખબર નથી કે આવું કરીને કોંગ્રેસ પોતે વેચાઇ ગઇ છે. અને જેથી તેને ભારે નુકસાન થઇ શકે છે. મારા આ તર્કને સિદ્ધ કરવા માટે હું તમને પહેલાં 70ના દાયકામાં લઇ જઇશ.
1977માં આવેલી જનતા પાર્ટીનું ત્રણ વર્ષમાં જ સત્તાથી બહાર થઇ જવાના કયા કારણ હતા લાગે છે કે કોંગ્રેસે તે અંગે ક્યારેય વિચાર કર્યો નહી હોય. જનતા પાર્ટીની સરકારમાં કોઇ નેતા કોંગ્રેસ જેટલો ભ્રષ્ટ ન હતો, બધા નેતાઓ ઉચ્ચ કોટિના વક્તા અને ઇમાનદાર હતા પરંતુ 1980માં ત્રણ વર્ષમાં જ પોતાની જ જનતા પાર્ટીનું નામોનિશાન મટી ગયું. તેનું એકમાત્ર કારણ હતું જે જનતાની નારાજગીના કારણ એકમાત્ર હતું કે ઇન્દિરા ગાંધી વિરૂદ્ધ બદલાની ભાવનાથી તેમની પાછળ પડ્યા હતા.
ઇન્દિરા ગાંધી કંઇપણ કહેતા ભલે સારું હોય કે ખરાબ, જનતા પાર્ટીની સરકાર તેના પર પ્રતિક્રિયા જરૂર આપતી. હરિશંકર પરસાઇએ પોતાના વ્યંગ (તીસરા કમીશન)માં એ વાત પર કટાક્ષ કરતાં જ્યારે કમીશનની સમક્ષ ચરણસિંહને રજૂ કરવામાં આવ્યા તો તેમના મોંઢેથી કહેડાવ્યું હતું કે તેમનું એકમાત્ર કામ ઇન્દિરા ગાંધીને જેલ મોકલવાનું છે. આજે કોંગ્રેસ જનતા પાર્ટીના માર્ગે જ અગ્રેસર છે. નરેન્દ્ર મોદી કંઇપણ બોલે સારું હોય કે ખરાબ કોંગ્રેસ તેના પર જરૂર પ્રતિક્રિયા આપે છે. નરેન્દ્ર મોદી ચાલ પર ચાલ ચાલી રહ્યાં છે. કોંગ્રેસ ફસાતી જાય છે. શું થઇ ગયું છે કોંગ્રેસના નીતિ નિર્ધારકોને, વિચારીને આશ્વર્ય થાય છે.

ગુજરાતને ગુમાવવા માંગે છે કોંગ્રેસ
આજે પણ નરેન્દ્ર મોદી કંઇપણ બોલે છે તો કોંગ્રેસ તેનો જવાબ આપે છે જેમ કે ગુજરાતના લોકો આ દેશમાં રહેતા ન હોય. તાજેતરમાં પુણેમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રમતોમાં ભારત કંઇપણ કરી શકતું નથી, તો અજન માકન આંકડા રજૂ કરે છે કે ગુજરાતનો કોઇ ખેલાડી રાષ્ટ્રીય રમતોના 444 સુવર્ણ ચંદ્રકમાંથી એકપણ સુવર્ણ ચંદ્રક જીતી શક્યો નથી. કોંગ્રેસની આ પ્રકાર કોમેન્ટથી ગુજરાતના લોકોને શું લાગશે. શું તેમને ખરાબ નહી લાગે. નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રશંસા કરે છે તો કોંગ્રેસ ગુજરાતના લોકોને ભાજપના કાર્યકર્તા સમજીને જવાબ આપે છે. શું ગુજરાતની 26 સીટોથી કોંગ્રેસને કોઇ પ્રેમ નથી.

સ્થાનિક પક્ષો નથી બોલતા ગુજરાત વિશે
આ કામ મુલાયમ, નિતિશ અને માયાવતી કરે તો એક સમયે વિચાર પણ શકાય કે તેમને ગુજરાતના મતદારો સાથે કોઇ મતલબ નથી. પરંતુ કોંગ્રેસ તો ગુજરાતની મુખ્ય અને સૌથી મોટી રાજકીય પાર્ટી છે. તો શું હંમેશા માટે ગુજરાતને ગુમાવવા માટે તૈયાર છે.

સારો જવાબ આપી શકે છે કોંગ્રેસ
આ પ્રમાણે નરેન્દ્ર મોદીની જાહેરસભા પર પાંચ રૂપિયાની ટિકિટનો કોંગ્રેસ સારો જવાબ આપી શકતી હતી કે આ બધુ નાટક છે પૈસા આપીને નરેન્દ્ર મોદીને કોઇ નહી સાંભળે, પછી પાછળથી કોઇ ભાજપનો વેપારી પૈસા આપી દેશે અને પછી કહેવામાં આવશે કે લોકોએ પૈસા ખર્ચીને નરેન્દ્ર મોદીને સાંભળ્યા.

મનીષ તિવારીનું વાહિયાત નિવેદન
કોંગ્રેસના નેતા અને સૂચના તથા પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ ટ્વિટર પર લખ્યું છે કે બાબાના પ્રવચનની ટિકિટ 100 થી 1,00,000 રૂપિયા. બોક્સ ઓફિસ પર ફ્લોપ હોવાછતાં સિનેમાની ટિકિટ 200 થી 500 રૂપિયા અને એક મુખ્યમંત્રીને સાંભળવા માટે ટિકિટ 5 રૂપિયા. બજારે નરેન્દ્ર મોદીની સાચી કિંમત આંકી દિધી છે. જનતાએ આવા જવાબથી ગુસ્સો આવે છે. કારણ કે આ ધન એકઠું કરવાના નામે ભલે ભાજપ નાટક કરી રહ્યું હોય પરંતુ પૈસા તો એક સારા કામ માટે જ જશે. આની ટીકામાં કોંગ્રેસે સાવધાની વર્તવી જોઇએ.

સેનામાં ગુજરાતી કેમ જોડાતા નથી
નરેન્દ્ર મોદીએ જ્યારે પુણેમાં કહ્યું હતું કે યુવાનો સેનામાં જતા નથી તો એનો અર્થ દેશના પ્રત્યેક યુવાનો સાથે હતો, પરંતુ કોંગ્રેસે તેને ગુજરાત યુવાનો સાથે જોડી દિધો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી જણાવે કે ગુજરાતના કેટલા યુવાનો સેનામાં જોડાઇ રહ્યાં છે. શું કોંગ્રેસને સમજણ પડતી નથી કે આ પ્રકારના આરોપથી ગુજરાતના મતદારો શું વિચારશે. શું તેને કોંગ્રેસ પર ગુસ્સો નહી આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
