Congress : મોટી એક્શનની તૈયારીમાં કોંગ્રેસ પાર્ટી, થઈ શકે છે મોટા ફેરફાર
Congress : મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા જીતેલા સ્ટેટ હારનારી કોંગ્રેસ સતત આત્મમંથન કરી રહી છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરી શકે છે.
સમાચારો અનુસાર, 28મી ડિસેમ્બરે કોંગ્રેસના 140માં સ્થાપના દિવસ પહેલા પાર્ટી અધ્યક્ષ દ્વારા રાજ્યોની કમિટીઓમાં મોટા ફેરફારો કરવામાં આવી શકે છે.

હરિયાણા અને મહારાષ્ટ્રની હાર બાદ કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરવાની યોજના બનાવી રહી છે. આ ફેરફારોમાં રાજ્ય એકમોનું વિસર્જન કરી નવી નિમણૂકો કરવામાં આવી શકે છે.
સૂત્રો જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અલગ-અલગ રાજ્યોમાં મોટા ફેરફારો કરી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે પાર્ટીની રણનીતિને નવો આકાર આપવા માટે આ પગલું લેવામાં આવી શકે છે.
સમાચારો પર વિશ્વાસ કરીએ તો 28 ડિસેમ્બર પહેલા ઉત્તર પ્રદેશની જેમ અન્ય ઘણા રાજ્યોના એકમોનું વિસર્જન કરીને નવી નિમણૂક થઈ શકે છે. આ ફેરફારોમાં મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોના પ્રભારીઓ, પ્રદેશ પ્રમુખો અને ઘણી સમિતિઓનું વિસર્જન કરી નવી નિમણૂંકો કરવામાં આવી શકે છે. પાર્ટીની સંગઠનાત્મક તાકાત વધારવા અને આગામી ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરવા સતત પ્રયાસ કરી રહી છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસનો 140મો સ્થાપના દિવસ દેશના સૌથી જૂના રાજકીય પક્ષના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. AO હ્યુમ, દાદાભાઈ નૌરોજી અને દિનશા વાચા જેવા નેતાઓના નેતૃત્વમાં પાર્ટીએ દેશને આઝાદી અપાવી છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ જેવા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસની કમાન સંભાળીને અંગ્રેસ હુકુમતને દેશમાંથી બહારનો રસ્તો દેખાડ્યો છે. રાજનીતિ સાથે સાથે દેશની સામાજીક ક્રાંતિમાં પણ પાર્ટીનો મોટો ફાળો છે.
નેતૃત્વમાં ભારતને આઝાદી અપાવી. આ સમયગાળા દરમિયાન, કોંગ્રેસે દેશના સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ આઝાદી પછી, પાર્ટીને નવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
