આજથી શરુ થઈ રહી છે કોંગ્રેસની ચિંતન શિબિર, સાંપ્રદાયિક ધ્રુવીકરણ, ખેડૂતો મુદ્દે ચર્ચા
કોંગ્રેસનુ આજથી ત્રણ દિવસીય ચિંતન શિબિર શરુ થવા જઈ રહ્યુ છે.
ઉદયપુરઃ કોંગ્રેસનુ આજથી ત્રણ દિવસીય ચિંતન શિબિર શરુ થવા જઈ રહ્યુ છે. આજે ઉદયપુર ચર્ચાનુ કેન્દ્ર રહેવાનુ છે. અહીં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ચિંતન શિબિરમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ, ખેડૂતોના મુદ્દા, પાર્ટીને મજબૂત કરવાના મુદ્દા અને આગામી ચૂંટણી તારીખને લઈને ચર્ચા થશે. સૂત્રો મુજબ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીના નેતાઓને સંબોધિત કરશે. ચિંતન શિબિરમાં 6 જૂથો બનાવવામાં આવ્યા છે. દરેક જૂથમાં 60-70 લોકો હશે. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ, પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ, જમ્મુ કાશ્મીરનો મુદ્દો અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ પર વાત કરશે.

આ ઉપરાંત શિબિરમાં જાહેર ક્ષેત્રે ડિસઇન્વેસ્ટમેન્ટ, વધતી જતી મોંઘવારી, લઘુમતીઓના પ્રશ્નો, મહિલાઓનો મુદ્દો, યુવાનોનો મુદ્દો અને નવી શિક્ષણ નીતિ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. કૃષિ સમિતિ એમએસપી એક્ટ, લોન માફ કરવા અને ઘઉંના ભાવ મુદ્દે ચર્ચા કરશે. સાથે જ સંગઠન સમિતિ રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર, જિલ્લા સ્તર, બ્લોક સ્તરે સુધારા અંગે ચર્ચા કરશે. આ સિવાય સૌથી મહત્વનો મુદ્દો એક પરિવાર એક ટિકિટનો મુદ્દો છે જેને લઈને પાર્ટીની અંદર એજન્ડા પર ચર્ચા થઈ શકે છે.
કોંગ્રેસ પાર્ટીના એક સક્રિય સભ્યએ જણાવ્યું કે આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય 2024ની લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ચિંતન શિબિરમાં પાર્ટીનો એક્શન પ્લાન નક્કી કરવામાં આવશે અને પાર્ટીનું સંગઠન કેવી રીતે મજબુત કરવું તેની ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિર પહેલા સોનિયા ગાંધી શિબિરને સંબોધશે અને તે પછી બીજા દિવસે પણ ચર્ચા ચાલુ રહેશે. આ પછી રાહુલ ગાંધી ચિંતન શિબિરને સંબોધિત કરશે. છેલ્લા દિવસે સોનિયા ગાંધીના સંબોધનથી શિબિરનું સમાપન થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
