પ્રિયા દત્તે નોમિનેશન ફાઈલ કર્યું, સંજય દત્ત પણ હાજર રહ્યા
મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર પ્રિયા દત્તે સોમવારે નોમિનેશન ફાઈલ કર્યું છે. નોમિનેશન દરમિયાન તેમના ભાઈ અને બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પણ સાથે હતા.
મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર પ્રિયા દત્તે સોમવારે નોમિનેશન ફાઈલ કર્યું છે. નોમિનેશન દરમિયાન તેમના ભાઈ અને બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પણ સાથે હતા. પ્રિયા દત્ત તેમના ભાઈ સંજય દત્ત સાથે નોમિનેશન ફાઈલ કરવા માટે સોમવારે બાંદ્રા કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. નોમિનેશન ફાઈલ કર્યા પછી પ્રિયા દત્તે જણાવ્યું કે તેઓ જીત મેળવશે.

આપને જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી લડવા અંગે પાર્ટી અને તેમની વચ્ચે દુવિધા જેવી સ્થિતિ હતી પરંતુ ગયા મહિને પ્રિયા દત્તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને સાફ કહી દીધું કે તેઓ લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડશે. રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પછી પ્રિયા દત્ત ચૂંટણી લડવા માટે તૈયાર થઇ. આપને જણાવી દઈએ કે પ્રિયા દત્ત અભિનેતા સુનિલ દત્તની દીકરી છે, તેઓ આ પહેલા પણ સાંસદ રહી ચુક્યા છે. પરંતુ આ વખતે તેમને જ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Correction: Congress's Priya Dutt filed her nomination from Mumbai North Central parliamentary constituency and not Mumbai Northwest as reported earlier. https://t.co/B24e6fIzmY
— ANI (@ANI) April 8, 2019
લગભગ 1 મહિના પહેલા પ્રિયા દત્તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને ચૂંટણી નહીં લડવા માટે જણાવ્યું હતું. તેમને પત્ર લખ્યું હતું કે તેઓ હવે પરિવારને સમય આપવા માંગે છે. તે સમયે એવી પણ ખબર આવી હતી કે પ્રિયા દત્તે મુંબઈમાં કોંગ્રેસ પાર્ટી અંદર ચાલી રહેલા કલેશને કારણે પણ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે આ બધી જ વાતો પર વિરામ લાગી ગયું છે અને પ્રિયા દત્તે આખરે નોમિનેશન ફાઈલ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ મુંબઈની બધી જ સીટો પર હાર્યું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસે અમિત શાહનું નામાંકન રદ કરવાની કરી માંગ, સંપત્તિની ખોટી માહિતી આપ્યાનો આરોપ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
