ભારત જોડો યાત્રાનો આજે ભવ્ય સમાપન સમારંભ, ઘણા પક્ષો થઈ શકે છે સામેલ
કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે સમાપન સમારંભ યોજાશે. 20થી વધુ વિપક્ષી દળોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
Bharat Jodo Yatra: કોંગ્રેસની ઐતિહાસિક ભારત જોડો યાત્રા 29 ડિસેમ્બરે શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવવા સાથે પૂર્ણ થઈ. આજે ભારત જોડો યાત્રા ખમત થવા પર સમાપન સમારંભનુ આયોજન કરવામાં આવશે. ગયા વર્ષે કન્યાકુમારીથી શરુ થયેલી ભારત જોડો યાત્રા 12 રાજ્યોમાં પહોંચી. આજે શ્રીનગરમાં આ યાત્રાનો ભવ્ય સમાપન સમારંભ કરવામાં આવશે. રવિવારે રાહુલ ગાંધીએ ઐતિહાસિક શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો.

તમને જણાવી દઈએ કે રવિવારે શ્રીનગરના લાલચોક પર તિરંગો લહેરાવવાની સાથે ભારત જોડો યાત્રા ઔપચારિક રીતે સમાપ્ત થઈ. પરંતુ આજે ભારત જોડો યાત્રા સત્તાવાર રીતે સમાપ્ત થશે. આજે ભવ્ય સમાપન સમારોહનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ શેર-એ-કાશ્મીર મેદાનમાં આયોજિત કરવામાં આવશે અને તેમાં ઘણા રાજકીય પક્ષો ભાગ લઈ શકે છે.
કોંગ્રેસે આજે યોજાનાર કાર્યક્રમ માટે એનડીએના 21 સહયોગીઓને આમંત્રણ આપ્યુ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાનુ કહેવુ છે કે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી, ભારત રાષ્ટ્રીય સમિતિ સહિત ઘણી પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જોકે, પાંચ પક્ષો AIADMK, YSRCP, BJD, AIMIM અને AIUDFને આમંત્રણ આપવામાં આવ્યુ નથી. રવિવારે શ્રીનગરમાં આયોજિત ધ્વજવંદન સમારંભમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ હાજરી આપી હતી.
રાહુલ ગાંધીએ કહ્યુ કે આ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ છે. હું લાખો લોકોને મળ્યો, તેમની સાથે વાત કરી. તમને સમજાવવા માટે મારી પાસે શબ્દો નથી. આ મુલાકાતનુ લક્ષ્ય ભારતને એક કરવાનું હતુ. તે નફરત અને હિંસા વિરુદ્ધ હતી. અમને લોકોનુ જબરદસ્ત સમર્થન મળ્યુ. અમારામાંથી કોઈને પણ આશા નહોતી કે અમને લોકોનુ આટલુ જબરદસ્ત સમર્થન મળશે.
નોંધનીય છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આ યાત્રાએ 12 રાજ્યોમાં કુલ 4080 કિલોમીટરનુ અંતર કાપ્યુ હતુ. આ યાત્રા તમિલનાડુથી શરૂ થઈને કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્લી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર પહોંચી હતી. આખી યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ 12 જાહેર સભાઓ, 100 શેરી સભાઓ, 13 પ્રેસ કૉન્ફરન્સ કરી અને સફરમાં 275થી વધુ સંવાદ તેમણે ચાલતા-ચાલતા કર્યા. 100થી વધુ સંવાદ કર્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
